fbpx
રાષ્ટ્રીય

મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ શેખ ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઇસાએ દિલ્હી અક્ષરધામની લીધી મુલાકાત

શેખ મુહમ્મદ બિન અબ્દુલ કરીમ નવી દિલ્હીમાં તેમના રોકાણ દરમિયાન તેઓ ભારતીય કલા, સ્થાપત્ય, સંસ્કૃતિ અને મૂલ્યોના વૈભવના સાક્ષી બનવા માટે સ્વામિનારાયણ અક્ષરધામની ખાસ ૩ કલાકની મુલાકાત લીધી હતી અને વિશ્વમાં તેનું ગૌરવપૂર્ણ યોગદાન અંગે પણ વાત કરી હતી. વિશ્વ શાંતિ, સંવાદિતા અને સહઅસ્તિત્વ અંગે સ્વામીઓ સાથે વાતચીત કરી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી મહામહિમનું મયુર દ્વાર ખાતે સ્વામી બ્રહ્મવિહારીદાસ અને સ્વામી ધર્મવત્સલદાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વામી બ્રહ્મવિહારીદાસને ૨૦૨૨ સાઉદી અરેબિયાના રિયાધમાં યોજાયેલા વૈશ્વિક આંતરધર્મ પરિષદમાં મળ્યા હતા ત્યાર બાદ ફરી મળીને આનંદ અનુભવ્યો હતો. અબ્દુલકરીમ અલ-ઇસાએ પથ્થરની પરિક્રમાની ડિઝાઈન અને અક્ષરધામની અર્થપૂર્ણ કોતરણી સાથે કામના સ્કેલ અને વિગતથી મંત્રમુગ્ધ થયા હતા.

તેમને ભગવાન સ્વામિનારાયણ અને મ્છઁજી ના ગુરુઓ, ખાસ કરીને પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્યો અને સંદેશાઓ વિશે જાણવામાં રસ ધરાવ્યો હતો, “તેમની આંખો બધું જ કહે છે. તેમની આભામાંથી શાંતિ, શાંતિ અને સંવાદિતાનો સંદેશ નીકળે છે.” અબુ ધાબીમાં આગામી પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક મ્છઁજી હિંદુ મંદિર વિશે અને તે કેવી રીતે વૈશ્વિક સંવાદિતા માટે આધ્યાત્મિક રણભૂમિ બનશે તે અંગે પણ વાત કરી હતી. તેમણે તેમની મુલાકાત અંગે ઊંડો સંતોષ વ્યક્ત કર્યો હતો, ‘ભારત વિવિધતામાં એકતાનું ઉત્તમ ઉદાહરણ છે અને અક્ષરધામની મારી મુલાકાત – પ્રેમ, શાંતિ અને સંવાદિતાથી ભરપૂર પૂજા સ્થળ, તેનો સારાંશ આપે છે. વિશેષ સુવર્ણ અમૃત કલશ – શાંતિ માટે પ્રાર્થના સાથે સંપૂર્ણતા રજૂ કરવામાં આવ્યો હતો અને અક્ષરધામનું નાનુ મોડેલ ભેટમાં આપવામાં આવ્યું હતું. ભવ્ય મલ્ટીમીડિયા સહજ-આનંદ વોટર શો જાેઈને મુલાકાત પણ લીધી હતી. મહામહિમ સ્વામીઓને રિયાધમાં આમંત્રણ આપ્યું અને સામૂહિક રીતે વધુ સુખી અને વધુ શાંતિપૂર્ણ વિશ્વ બનાવવાની તેમની પ્રતિબદ્ધતા શેર કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/