fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીની ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે હાજરી

હાલમાં પીએમ નરેન્દ્ર મોદી ફાન્સની મુલાકાતે છે. તેઓ ગુરુવારે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા હતા. પીએમ મોદી આ મુલાકાત દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે. ફાન્સની યાત્રા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે, તેમની મુલાકાત દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ આપશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે પીએમ મોદીની વાતચીત દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે. ફ્રાન્સ જતા પહેલા પીએમ મોદીએ કહ્યું કે, હું રાષ્ટ્રપતિ મેક્રોનને મળવા અને આગામી ૨૫ વર્ષમાં લાંબા ગાળાની અને સમય-પરીક્ષણની ભાગીદારીને આગળ વધારવા માટે વ્યાપક ચર્ચા કરવા આતુર છું.

પીએમ મોદીએ કહ્યું કે ગયા વર્ષે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અને હું અમે બંને દેશો વચ્ચે ભાવિ ભાગીદારી માટે રોડમેપ તૈયાર કરવા સંમત થયા હતા. હું તેમની સાથે ચર્ચા કરવા આતુર છું કે આપણે સંબંધોને કેવી રીતે વધુ મજબૂત બનાવી શકીએ. વડાપ્રધાન મોદીની ફ્રાન્સ મુલાકાત વિશે વાત કરીએ તો, તેઓ ૧૪ જુલાઈએ અહીં બૈસ્ટિલ દિવસ સમારોહમાં ખાસ અતિથિ હશે. આ કાર્યક્રમમાં ભારતીય સેનાની ત્રણેય પાંખની ટુકડી પણ ભાગ લઈ રહી છે. મુલાકાત દરમિયાન ફ્રાન્સ સાથે વ્યૂહાત્મક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને આર્થિક જેવા ક્ષેત્રોમાં ભાવિ સહયોગ માટે પણ ચર્ચા થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/