fbpx
રાષ્ટ્રીય

૭૦ હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી મળી, વડાપ્રધાને નિમણૂક પત્ર આપ્યા

આજે એટલે કે ૨૨ જુલાઈ, ૨૦૨૩ ના રોજ, વડાપ્રધાને વર્ચ્યુઅલ મોડમાં રોજગાર ભરતી મેળા અંતર્ગત ૭૦ હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપ્યા છે. આ સાથે તેમણે પસંદગીના યુવાનોને પણ સંબોધિત કર્યા હતા. આ યુવાનોને રોજગાર મેળા દ્વારા રોજગારી મળી છે. કેન્દ્ર સરકારે સમગ્ર દેશના અનેક રાજ્યમાં મેળાનું આયોજન કર્યુ હતું. દેશભરના ૨૨ થી વધુ રાજ્યોમાં ૪૫ કેન્દ્રો પર તેનું આયોજન કરવામાં આવ્યું હતું. પસંદગી પામનાર યુવાનોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ૧૯૪૭માં આ દિવસે એટલે કે ૨૨ જુલાઈએ તિરંગાને તેના વર્તમાન સ્વરૂપમાં બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. આ પ્રસંગે નિમણૂક પત્ર મેળવવો એ પોતે જ એક પ્રેરણા છે. સરકારી નોકરીમાં હોય ત્યારે તિરંગાનું ગૌરવ, કીર્તિ અને ગૌરવ વધારવાનું કામ કરવું પડે છે. દેશની પ્રગતિ માટે કામ કરવાનું હોય છે. પીએમએ આ પ્રસંગે કહ્યું છે કે આગામી ૨૫ વર્ષ દેશના વિકાસના નામે છે. આથી દેશનો આ સમય દરમિયાન વધુને વધુ વિકાસ થાય તેના પર વધુ ફોકશ છે. ત્યારે આગામી ૨૫ વર્ષ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અન્ય દેશો ભારત પર વિશ્વાસ કરતા થયા છે.

ત્યારે આપણે સૌએ સાથે મળીને ભારતને વિકાસ તરફ લઈ જવાનો છે. ભારત ૯ વર્ષમાં ૧૦માં અર્થતંત્રમાંથી ૫માં સ્થાને પહોંચી ગયું છે. થોડા વર્ષમાં ભારત વિશ્વની ટોચની ૩ અર્થવ્યવસ્થાઓમાં સામેલ હશે. તેમણે કહ્યું કે બેન્કિંગ સેક્ટરમાં વધુ લોકોની નિમણૂક થઈ રહી છે. આજથી થોડા વર્ષો પહેલા બેંકો ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી. ભારતની મજબૂત બેંકિંગ સિસ્ટમ અને તેમનું કામ છેલ્લા ૯ વર્ષમાં સરકારના વિઝનને અનુરૂપ છે. બેંક કર્મચારીઓએ બેંકોની સ્થિતિ સુધારવા અને દેશના વિકાસને આગળ વધારવા માટે કામ કર્યું. વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારતીય પ્રતિભાનું સન્માન ઝડપથી વધી રહ્યું છે. પીએમ કૌશલ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧.૫૦ કરોડ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. દેશમાં ૨૦૧૪ સુધી માત્ર ૩૮૦ મેડિકલ કોલેજ હતી અને છેલ્લા ૯ વર્ષમાં આ સંખ્યા વધીને ૭૦૦થી વધુ થઈ ગઈ છે. બીજી તરફ આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે ૨૦૦૪ થી ૨૦૧૩ સુધી યુપીએ સરકારમાં કુલ ૬ લાખ ૨૪૫ સરકારી નોકરીઓ મળી. ભાજપ સરકારમાં ૨૦૧૪ થી ૨૦૨૩ સુધીમાં કુલ ૮થી વધુ યુવાનોને નોકરીઓ આપી છે. ત્યારે આજે ફરી નિમણુકપત્રો આપતા પીએમએ કહ્યું હતુ કે પસંદગી પામેલા યુવાનોને તાલીમ પણ આપવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/