fbpx
રાષ્ટ્રીય

૬૮ સ્મોલકેપ સ્ટોક્સે ૫ દિવસમાં ૩૨% સુધીનું રિટર્ન આપ્યું

શુક્રવારે પૂરા થયેલા ટ્રેડિંગ સપ્તાહમાં ઈક્વિટી માર્કેટમાં ઘણી વૃદ્ધિ જાેવા મળી હતી. આ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીએ ઘણા નવા રેકોર્ડ બનાવ્યા. આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા ૬૮ સ્મોલકેપ શેરોએ બે આંકડામાં વળતર આપ્યું છે. તેમાંથી ચાર શેરોએ ૨૫ ટકાથી વધુ વળતર આપ્યું છે. રોકાણકારોને સુંદર વળતર આપવાના સંદર્ભમાં ડ્ઢઝ્રસ્ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. આ શેરે લગભગ ૩૨ ટકા વળતર આપ્યું છે.
ડ્ઢઝ્રસ્ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ પછી સ્ટર્લિંગ એન્ડ વિલ્સનનો નંબર આવે છે. આ શેરે સોમવાર અને શુક્રવાર વચ્ચે રોકાણકારોને ૨૬.૬ ટકા વળતર આપ્યું છે. અરિહંત કેપિટલે આ સમયગાળામાં ૨૬.૫૫ ટકા વળતર આપ્યું હતું. એ જ રીતે ડીબી કોર્પે ૨૫.૦૩ ટકા વળતર આપ્યું હતું. મિષ્ટાન ફૂડ્‌સ, જય બાલાજી ઇન્ડસ્ટ્રીઝ, આશાપુરા મિનીકેમ, નુગેન સોફ્ટવેર, જાગરણ પ્રકાશન અને એલટી ફૂડ્‌સ જેવા સ્ટોક્સે આ સમયગાળા દરમિયાન રોકાણકારોને ૨૦-૨૫ ટકાનું મજબૂત વળતર આપ્યું હતું.

આ સમયગાળા દરમિયાન સેરેબ્રા ઈન્ટીગ્રેટેડ ટેક્નોલોજીએ ૨૪ ટકા, ડોડલા ડેરી લિમિટેડએ ૨૪ ટકા, ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયાએ ૨૩ ટકા, ટેક્સમેકો ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ હોલ્ડિંગ્સે ૨૨ ટકા અને હેરિટેજ ફૂડ્‌સે ૨૧ ટકા આપ્યા હતા. આ જ સમયગાળામાં જિંદાલ સોએ ૨૦ ટકા, રિલાયન્સ ઇન્ફ્રાએ ૨૦ ટકા, પ્રિસોલ ૧૯ ટકા, અગ્રવાલ ઇન્ડસ્ટ્રીઝે ૧૮ ટકા અને જીટીપીએલ હેથવેએ ૧૮ ટકા આપ્યા છે. મિડકેપ શેરોની વાત કરીએ તો માત્ર પોલીકેબ, એમફેસિસ અને યુનિયન બેંકના શેરમાં બે આંકડાનો ઉછાળો જાેવા મળ્યો હતો. પોલિકેબમાં ૧૮.૩ ટકા, એમફેસિસમાં ૧૨ ટકા અને યુનિયન બેન્કમાં ૧૧ ટકાનો ઉછાળો જાેવા મળ્યો હતો.
જાે સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરોની સ્થિતિ વિષે જાે વાત કરીએ તો કોટક મહિન્દ્રા બેંક અને જીમ્ૈંના શેરમાં સૌથી મોટો ઉછાળો જાેવા મળ્યો હતો. આ પછી લાર્સન એન્ડ ટુબ્રો અને એનટીપીસીના શેરમાં તેજી જાેવા મળી હતી.

ડિસ્ક્લેમર પણ વાંચી લેવું ઃ અહેવાલનો હેતુ રોકાણકારો રસ ધરાવતા લોકો સુધી માહિતી પહોંચાડવાનો છે. અહેવાલની માહિતીના આધારે રોકાણ કરવાથી થયેલા નફા કે નુકસાન સાથે અમારો કોઈ સંબંધ રહેશે નહિ. અમારી આપને સલાહ છે કે રોકાણ પહેલા ક્ષેત્રના નિષ્ણાંતની મદદ અવશ્ય લેવી જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/