fbpx
રાષ્ટ્રીય

શું એલોન મસ્ક ટૂંક સમયમાં ટિ્‌વટરને અલવિદા કહેશે?

ટિ્‌વટરના એલોન મસ્ક કહે છે કે પરિવર્તન એ સમગ્ર દુનિયાનો સનાતન નિયમ છે, આ વાત ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક માટે એકદમ બંધ બેસતી દેખાઇ રહી છે, તમને આશ્ચર્ય થશે કે આ કેવી રીતે ? ગત વર્ષે જ્યારથી એલોન મસ્ક ટિ્‌વટરને હસ્તગત કર્યું છે, ત્યારથી ટિ્‌વટરમાં કંઈકને કંઇક પરિવર્તન થતું જાેવા મળી રહ્યું છે, હવે તાજેતરમાં જ એલોન મસ્કે બેક ટુ બેક ઘણી ટ્‌વીટ કરી છે, જે જાેઈને સ્પષ્ટ છે કે ટિ્‌વટર બ્રાન્ડ અને ટિ્‌વટર ચકલીઓ-લોગો બંને ટૂંક સમયમાં બદલાઈ જવાની તૈયારીમાં છે. નોંધનીય છેકે ટિ્‌વટરમાં કેટલાક સમયથી મોટા પરિવર્તનો અને ફેરફાકો સતત જાેવાઇ રહ્યાં છે, હમણાં જ એલોન મસ્કએ એક પોલ ટ્‌વીટ કર્યો છે, જેમાં એલોન મસ્કે ટિ્‌વટરના ડિફોલ્ટ રંગને સફેદથી કાળો કરવા માટે લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. સમાચાર લખાઇ રહ્યાં છે ત્યાં સુધી ૭૫ ટકાથી વધારે લોકો માને છે કે ટિ્‌વટરના ડિફોલ્ટ કલરનો રંગ બદલીને કાળો કરવો જાેઈએ.ટિ્‌વટરનો ડિફોલ્ટ કલર બદલવા વિશે ટિ્‌વટ કર્યા પછી, માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મના માલિક એલોન મસ્કએ વધુ એક ટિ્‌વટ પણ કર્યું છે, જેમાં એલોન મસ્કે લખ્યું છે કે ટિ્‌વટર બ્રાન્ડ ટૂંક સમયમાં જ છોડવા જઈ રહી છે, અને ટિ્‌વટરની ચકલીઓ ઉડવાની તૈયારીમાં છે. આ પછી, એલોન મસ્કએ અન્ય એક ટિ્‌વટમાં માહિતી આપી છે કે જાે આજે રાત સુધીમાં સારો લોગો તૈયાર થઈ જશે, તો આવતીકાલે અમે આ લોગોને દુનિયા સમક્ષ પ્રદર્શિત કરીશું. એલોન મસ્કે ટ્‌વીટ કરીને એક ફોટો શેર કર્યો અને કેપ્શન પણ લખ્યું કે- આ ફોટોને પસંદ કરો. તસવીરમાં દેખાતા નવા લોગોને જાેઈને ખબર પડે છે કે ટિ્‌વટરની ચકલીનો રંગ પહેલા અને હવેની સરખામણીમાં ઘણો બધો બદલાતો જાેવા મળી રહ્યો છે. અત્યાર સુધી ટિ્‌વટરનું પક્ષી સફેદ પૃષ્ઠભૂમિ સાથે વાદળી રંગમાં જાેવા મળતું હતું, પરંતુ ટૂંક સમયમાં જ એલોન મસ્ક ટિ્‌વટરને ખરાબ નજરથી બચાવવા માટે બ્લેક બેકગ્રાઉન્ડનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે, અને ટિ્‌વટરના પક્ષીનો રંગ પણ વાદળીથી સફેદ થવા જઈ રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/