fbpx
રાષ્ટ્રીય

તેલંગાણાના આદિલાબાદમાં ટ્રક પલટી, ૧૫ લાખના ટામેટા રસ્તા પર પડ્યા, પોલીસે ખાસ સિક્યોરિટી આપી

દેશમાં હાલ ચોમાસુ સક્રિય છે અને ઘણા રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે અનાજ, મસાલા અને શાકભાજીના ભાવમાં વધારો થયો છે અને મોંઘવારી વધી છે. લીલા મરચા, ડુંગળી, બટાકા, ભીંડા સહિત લગભગ તમામ લીલા શાકભાજી મોંઘા થયા છે. તેમા પણ ટામેટાના વધતા ભાવ સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે. ગરીબ લોકોએ ટામેટા ખરીદવાનું બંધ કરી દીધું છે. આ સાથે જ ઘણા ખેડૂતો ટામેટા વેચીને લખપતિ અને કરોડપતિ પણ બન્યા છે. કેટલીક જગ્યાએ ટામેટાની લૂંટ કરવામાં આવી તો ક્યાક તેની ચોરી કરવામાં આવી રહી છે. આમ ટામેટાને લઈને દરરોજ કોઈ ઘટના સામે આવી રહી છે. થોડા દિવસો પહેલા ટામેટાથી ભરેલો ટ્રક કર્ણાટકથી દિલ્હી આવી રહ્યો હતો ત્યારે તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં પલટી ગયો હતો. સામાન્ય રીતે આવી ઘટનાઓ પછી લોકો લૂંટ કરવાનું શરૂ કરે છે. ટામેટાને લઈને બીજી ઘટના તેલંગાણાની છે. અહીં કોમરમ જિલ્લામાં ટામેટા ભરેલી ટ્રક પલટી ગઈ હતી. મીની ટ્રક ટામેટા લઈને જઈ રહી હતી ત્યારે એક ઝડપી કારે તેને ઓવરટેક કરી હતી અને કારને બચાવવા જતા ટ્રકનો અકસ્માત થયો હતો. ડ્રાઈવરે કહ્યુ કે, ટ્રકની સ્પીડ બહુ ઓછી હતી પરંતુ સ્પીડમાં આવતી કારને સાઇડ આપતાં કાબૂ ગુમાવ્યો હતો. તેમણે કહ્યુ કે, ટ્રક પલટી જતાં ટામેટા રસ્તા પર પડી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ૧૫ લાખ રૂપિયાના ટામેટા ભરેલા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બંદૂક સાથે તેને સુરક્ષા આપી હતી. તેઓને શંકા હતી કે અકસ્માત સ્થળેથી ટામેટાની લૂંટ થઈ શકે છે. આ ઘટનાના થોડા દિવસ પહેલા કર્ણાટકના બેલુરમાં એક મહિલાના ખેતરમાંથી ૨.૫ લાખ રૂપિયાના ટામેટાની ચોરી થઈ હતી. સોમનાહલ્લી ગામમાં ૪ જુલાઈની રાત્રે આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ટામેટાની ૫૦-૬૦ બોરી લઈને ચોર ભાગી ગયા હતા. કર્ણાટકના વેલ્લોરમાં જ એક પીકઅપ વાનમાં અઢી લાખની કિંમતના ટામેટાં ભરાયા હતા. અહીં એક દંપતી પોતે અકસ્માતનો ભોગ બન્યા અને વળતર માટે લડ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/