fbpx
રાષ્ટ્રીય

ત્રિમાસિક પરિણામો પછી આ શેરમાં ઘટાડો, ખરીદવા કે વેચવા તેના પર નિષ્ણાતો કહ્યું આવું

જ્યારથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે ત્યારથી લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું આ સમયે રિલાયન્સના શેર ખરીદવા ફાયદાકારક રહેશે? કારણ કે પરિણામો જાહેર થયા ત્યારે તેમાં રિલાયન્સના નફામાં નોંધનીય ઘટાડો જાેવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે શેરબજાર ના કારોબાર પછી ગયા સપ્તાહે પરિણામો જાહેર કર્યા હતા. નબળા પરિણામોને ધ્યાનમાં રાખીને, ઘણા બ્રોકરેજાેએ કંપનીના શેર હોલ્ડ કર્યા છે અને આગળ નવા શેર ન ખરીદવાની સલાહ પણ આપી છે. શુક્રવારે શેર ૨.૪૮ ટકાના ઘટાડા બાદ રૂ. ૨૫૫૫ પર નોંધાયો હતો. જે હવે ૧.૨૮% ના ઘટાડા પછી ૨,૫૦૬.૩૦ પર આવી ગયો હતો.સોમવારે પણ શેર ૨% તૂટ્યો હતો. દ્ગજીઈ પર મુકેશ અંબાણીની કંપનીનો શેર ૨,૪૮૮.૦૦ પર બંધ થયો હતો. સ્ટોકમાં ૫૦.૭૫ રૂપિયા મુજબ ૨.૦૦% નો ઘટાડો નોંધાયો છે. શેર ૫ દિવસમાં૩% ઉપર ૯૦ રૂપિયા તૂટ્યો છે. આજે મંગળવારે પણ પ્રારંભિક કારોબારમાં શેર લાલ નિશાન નીચે દેખાઈ રહ્યો છે.

દલાલ સ્ટ્રીટ પર લિસ્ટેડ ઇૈંન્ શેરના ભાવ અંગે નિષ્ણાતો કહે છે કે આ સારો સંકેત નથી. જેના કારણે રિલાયન્સના શેરમાં ભારે વેચવાલી થઈ શકે છે. એમકે ગ્લોબલે સૂચવ્યું કે અમે આરઆઈએલને હોલ્ડ કરવા માટે ડાઉનગ્રેડ કરીએ. આ સાથે બ્રોકરેજ ફર્મ સિસ્ટેમેટિક ઇન્સ્ટિટ્યૂટ ઇક્વિટીઝે તેના લક્ષ્ય ભાવમાં પહેલેથી જ ઘટાડો કર્યો હતો. જે ૨૭૬૬ થી ઘટીને ૨૫૫૦ રૂપિયા થયો હતો. મેક્વેરી સ્ટોકે રૂ.૨૧૦૦નો ટાર્ગેટ સૂચવ્યો છે અને જેફરીએ રૂ.૨૯૩૫નો ટાર્ગેટ સૂચવ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં વધુ ઘટાડો આવવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તેથી જ હવે સ્ટોક ખરીદવો તે યોગ્ય નથી. આ મામલામાં મ્શ્દ્ભ સિક્યોરિટીઝનું કહેવું છે કે છેલ્લા એક મહિનામાં ફાઇનાન્શિયલ સર્વિસ બિઝનેસના ડિમર્જર પછી રિલાયન્સના શેરમાં ભારે વધારો થયો છે. પરંતુ આવનારા સમયમાં શેરોમાં વધુ દબાણ જાેવા મળે તો નવાઈ નહીં. જાે કે, આવા ઘણા શેરબજારના નિષ્ણાતો છે જે શેરધારકોને ગભરાટમાં ખોટા ર્નિણય લેવા કહી રહ્યા છે સાથે વિશ્વાસ જાળવવા અને સંયમ જાળવવાની વાત કરી રહ્યા છે. ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. ૧૯૪૪૩ કરોડનો નફો નોંધાયો હતો.
ડિસ્ક્લેમર ઃ સમારી સલાહ છે કે શેરમાં રોકાણ કરતા પહેલા નાણાકીય અને શેરબજારના નિષ્ણાંતની મદદ અવશ્ય લેવી જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/