fbpx
રાષ્ટ્રીય

અબજાેપતિઓની દુનિયામાં ગૌતમ અદાણી મસ્ક-અંબાણીને પાછળ છોડીને બન્યા નંબર-૧!..

વિશ્વના નામાંકિત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે લાંબા સમય બાદ સારા સમાચાર આવ્યા છે. અબજાેપતિઓની દુનિયામાં તે ફરી એકવાર ટોપ ૨૦માં આવી ગયા છે. તેમજ ૨૫ જુલાઈના રોજ દુનિયાના કોઈ પણ અબજાેપતિની સંપત્તિ તેમનાથી વધુ વધી નથી. મતલબ કે, મંગળવારે સંપત્તિમાં વધારાની બાબતમાં એલોન મસ્ક અને મુકેશ અંબાણી પણ ગૌતમ અદાણીની પાછળ રહી ગયા છે. વાસ્તવમાં મંગળવારે ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં ઉછાળો જાેવા મળ્યો હતો. જેના કારણે તેની સંપત્તિમાં વધારો થયો છે. આગામી દિવસોમાં અદાણીની સંપત્તિમાં હજુ વધુ વધારો જાેવા મળી શકે છે. આ વધારા પછી ગૌતમ અદાણીની કુલ સંપત્તિ કેટલી થઈ ગઈ છે. લાંબા સમય બાદ ગૌતમ અદાણીની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર મંગળવારે ગૌતમ અદાણીની સંપત્તિમાં ૩.૦૩ અબજ ડોલર એટલે કે લગભગ ૨૫ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. જે બાદ તેમની કુલ સંપત્તિ વધીને ઇં૬૩.૮ બિલિયન થઈ ગઈ છે. જાે કે, આ વર્ષે અદાણીની સંપત્તિમાં ઇં ૫૬.૭ બિલિયનનો ઘટાડો થયો છે, જે થોડા સમય પહેલા સુધી ઇં ૬૦ બિલિયનથી વધુ પહોંચી ગયો હતો. જાે કે, આ વધારાને કારણે, તેની એન્ટ્રી વિશ્વના ટોચના ૨૦ અબજપતિઓની યાદીમાં થઈ ગઈ છે.

બીજી તરફ, મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો હતો, પરંતુ તે સાધારણ રહ્યો હતો. સતત બે દિવસના ઘટાડા સાથે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૨૪૫ મિલિયન ડોલર જાેવા મળી છે. જે બાદ તેમની કુલ સંપત્તિ વધીને ઇં૯૫.૩ બિલિયન થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા તેઓ ઇં૯૯.૫ બિલિયન સુધી પહોંચી ગયા હતા. જાે કે, આ વર્ષે તેમની નેટવર્થમાં ઇં૮.૧૫ બિલિયનનો વધારો થયો છે અને તેઓ વિશ્વ અને એશિયાના ૧૨મા સૌથી ધનિક બિઝનેસમેન છે. બીજી તરફ વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્કની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. મંગળવારે ગૌતમ અદાણીની નેટવર્થમાં ઇં૨.૭૦ બિલિયનનો ઘટાડો જાેવા મળ્યો છે. જે બાદ તેમની કુલ સંપત્તિ ઘટીને ૨૩૬ અબજ ડોલર થઈ ગઈ છે. જાે કે, મસ્કની સંપત્તિમાં આ વર્ષે સૌથી વધુ ઇં૯૯.૧ બિલિયનનો વધારો જાેવા મળ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/