fbpx
રાષ્ટ્રીય

અંબાણી-અદાણી કે ટાટા-બિરલા નહીં આ વ્યક્તિ છે ભારતમાં સૌથી વધુ ટેક્સ ચુકવનાર

દેશમાં આવકવેરા રિટર્ન ભરવાની ડેડલાઈન પણ ખૂબ નજીક આવી ગઈ છે. ઘણા લોકોએ અત્યાર સુધીમાં તેમનું ઇન્કમટેક્સ રિટર્ન ભર્યું હશે અથવા તે ભરવાની તૈયારીમાં હશે. તેમાંથી ઘણાએ સરકારી તિજાેરીમાં ટેક્સ જમા કરાવ્યો હશે જ્યારે મોટા ભાગના એવા હશે જેમણે દ્ગૈઙ્મ ૈં્‌ઇ ફાઈલ કર્યું હશે. આ પ્રશ્ન મનમાં થાય કે દેશમાં સૌથી વધુ આવકવેરો કોણ ભરે છે?… શક્ય છે કે આ પ્રશ્નનો જવાબ માટે વિચાર્યું હશે કે અંબાણી-અદાણી કે ટાટા-બિરલાપ આમાંથી કોઈ એક ભારતના સૌથી મોટા કરદાતા હશે. જાે આવું વિચાર્યું છે તો, તમે બિલકુલ ખોટા પડશો આ બાબતે.. જ્યારે વ્યક્તિગત આવકવેરાની વાત આવે છે ત્યારે અન્ય ક્ષેત્રો કોર્પોરેટ લીડર્સને પાછળ છોડી દે છે. આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અક્ષય કુમાર ગયા વર્ષ દરમિયાન એટલે કે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ભારતના સૌથી મોટા કરદાતા હતા. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે ૨૦૨૨માં ૨૯.૫ કરોડ રૂપિયાનો આવકવેરો જમા કરાવ્યો હતો. તેણે તેની વર્ષની કમાણી ૪૮૬ કરોડ રૂપિયા જાહેર કરી હતી. અક્ષય કુમારની કમાણીનો આ આંકડો પણ આશ્ચર્યજનક નથી. તે ટોચના અભિનેતા છે. તે સિવાય અક્ષય કુમાર પોતાનું પ્રોડક્શન હાઉસ અને સ્પોર્ટ્‌સ ટીમ ચલાવે છે. તે વિવિધ બ્રાન્ડ્‌સના એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે. ધોની આ વખતે આગળ આવી શકે છે. વર્તમાન સિઝનની વાત કરીએ તો આવકવેરા વિભાગે સૌથી મોટા કરદાતા વિશે જણાવ્યું નથી. જાે કે, હાલમાં ઉપલબ્ધ આંકડાઓ અનુસાર પૂર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ વર્ષે આગળ હોય તેવું લાગી રહ્યું છે. મહેન્દ્ર સિંહ ધોનીએ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૩૮ કરોડ રૂપિયાનો જંગી એડવાન્સ ઇન્કમ ટેક્સ જમા કરાવ્યો છે. ધોની છેલ્લા ઘણા વર્ષોથી ઝારખંડનો સૌથી મોટો આવકવેરો ભરનાર છે. અંબાણી-અદાણી કે ટાટા-બિરલા વધુમાં વધુ ટેક્સ ભરવામાં આગળ એટલા માટે નથી કે મોટાભાગના ઉદ્યોગપતિઓ પાસે અંગત મિલકત નથી પરંતુ તેમની કંપનીઓના નામે મિલકત છે. આવી સ્થિતિમાં, કમાણી તેમની કંપનીઓના હિસ્સામાં પણ જાય છે જેના બદલામાં કોર્પોરેટ આવકવેરો ચૂકવવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/