fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં મંત્રીનો પુત્ર સૌથી મોટા બીભસ્ત વીડિયો કેસમાં માસ્ટર માઇન્ડ હોવાનું ખુલ્યું

પાકિસ્તાનના બહાવલપુરની ઈસ્લામિયા યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓના ૫૫૦૦થી વધુ સેક્સ વીડિયોના મામલામાં નવો ખુલાસો થયો છે. આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રીનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રીય મંત્રી ચૌધરી તારિક બશીર ચીમાનો પુત્ર ઈજાઝ શાહ યુનિવર્સિટીની યુવતીઓને ડ્રગ્સ આપતો હતો. અને, વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો બનાવવા માટે બ્લેકમેલ કરતો હતો. પોલીસે તપાસમાં યુનિવર્સિટી સ્ટાફ પાસેથી લગભગ ૫૫૦૦ આવા વીડિયો પણ કબજે કર્યા છે. આ યુનિવર્સિટીના સિક્યોરિટી હેડ મેજર ઈજાઝ શાહ પણ આ કાળા કરતૂતમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ગ્લોબલ વિલેજ સ્પેસ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અહેવાલમાં ખુલાસો થયો છેકે મંત્રી ચીમાને તેમના પુત્રનો વીડિયો જાહેર કરવામાં આવે તો સંભવિત રાજકીય નુકસાન અંગે ચેતવણી પણ આપવામાં આવી છે. આ સાથે જ સામે આવ્યું છે કે મંત્રીએ પોતાના પુત્રને બલી કરવા અને સિક્યોરિટી હેડની ધરપકડ કરવાની પણ પેરવી ગોઠવી છે. જેમાં પુત્રએ બનાવેલા વીડિયોને જપ્ત કરવાની મંત્રી ચીમા દ્વારા માગણી કરવામાં આવી છે. જાેકે પોલીસે એજાઝની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત તેની સાથે વિદ્યાર્થીઓ અને સ્ટાફના વાંધાજનક રેકોર્ડિંગ અને ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા હતા.

પોલીસે મંત્રીના પુત્રના મોબાઇલની તપાસ કરતા ડ્રગ્સ વેપલાનો પણ ખુલાસો થયો છે. કાળા કરતૂત કરતો પુત્ર યુનિવર્સિટીની યુવતીઓને ડ્રગ્સ વેચીને આ ગુનાહિત કાર્યને અંજામ આપતો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મંત્રીના પુત્રની સાથે અન્ય ૧૧ વિદ્યાર્થીઓ પણ આ ગુનામાં સંડોવાયેલા છે. સાથે જ આ તમામ યુનિવર્સિટીમાં ડ્રગ્સનો વેપલો કરતા હોવાનું પણ સામે આવ્યું છે. પૂછપરછ દરમિયાન, ઇજાઝે ખુલાસો કર્યો હતો કે તેની પાસે ઇસ્લામિક યુનિવર્સિટીના સુરક્ષા કેમેરામાં ગેરકાયદેસર પ્રવેશ હતો. અને, આ નિયમો હેઠળ જ તે યુનિવર્સિટીની યુવતીઓ પર ખરાબ નજર રાખતો હતો. પછી આ ફૂટેજની મદદથી તે વિદ્યાર્થિનીઓને બ્લેકમેલ કરતો હતો. તે ધમકી આપતો હતો કે જાે તેનું પાલન નહીં કરવામાં આવે તો તે ફૂટેજ તેમના માતાપિતાને મોકલી દેશે. અહેવાલમાં ઉલ્લેખ છે કે ઇજાઝ કથિત રીતે ડરી ગયેલી વિદ્યાર્થિનીઓને તેની ગેંગના સભ્યોના ઘરે લઈ જતો હતો, જ્યાં તેઓનું જાતીય શોષણ કરવામાં આવતું હતું. પોલીસે યુનિવર્સિટીના હિસાબ કિતાબના ડિરેક્ટર અબુ બકર અને ટ્રાન્સપોર્ટ ઈન્ચાર્જ મુહમ્મદ અલ્તાફની પણ ધરપકડ કરી છે. ઈસ્લામિયા યુનિવર્સિટી બહાવલપુરના કુલ ત્રણ સ્ટાફ સભ્યોની અટકાયત કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/