fbpx
રાષ્ટ્રીય

ભારતના ચોખા એક્સપોર્ટ પર પ્રતિબંધને લઈ વિદેશમાં ખળભડાટ

અમેરિકાના હોબાળા બાદ હવે સંયુક્ત અરબ અમીરાત (ેંછઈ)માં પણ ચોખાના સંકટ અનુભવાઈ રહ્યું છે. ેંછઈની સત્તાવાર સમાચાર એજન્સી ઉછસ્ના એક સમાચાર અનુસાર, હવે દેશમાંથી કોઈપણ પ્રકારના ચોખાની નિકાસ અથવા આયાત અને પુનઃ નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમાં બ્રાઉન રાઇસથી મિલ્ડ અને ફાટેલા ચોખા બંનેનો સમાવેશ થાય છે. ભારત સરકારે ગયા અઠવાડિયે જ દેશમાંથી બિન-બાસમતી સફેદ ચોખા અને તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. તેનું કારણ સ્થાનિક બજારમાં ચોખાના ભાવ પર નિયંત્રણ જાળવી રાખવાનું છે. દેશમાં તાજેતરના ભૂતકાળમાં થયેલા મુશળધાર વરસાદથી ડાંગરના પાકને ઘણું નુકસાન થયું છે. જેના કારણે સરકારે આ ર્નિણય લેવો પડ્યો હતો. ડબલ્યુએએમના અહેવાલ મુજબ, કોઈપણ કંપની જે યુએઈમાંથી ચોખાની નિકાસ કરવા અથવા ફરીથી રી એક્સપોર્ટ કરવા માંગે છે. તેના માટે આર્થિક બાબતોના મંત્રાલયમાં અરજી કરીને પરમિટ મેળવવી ફરજિયાત રહેશે. આના વિના તે ેંછઈથી ચોખાની નિકાસ કરી શકશે નહીં. ેંછઈના સ્થાનિક બજારો અને સુપરમાર્કેટમાં ચોખાના ભાવમાં વધારો થવાની સંભાવના છે, તેથી ત્યાંની સરકારે આ ર્નિણય લીધો છે. અરબમાં મોટી સંખ્યામાં ભારતીય લોકો કામ કરે છે. આમાં પણ દક્ષિણ ભારતીયોની સંખ્યા ઘણી વધારે છે અને બિન-બાસમતી ચોખા તેમના ખોરાકનો મુખ્ય અનાજ છે. આવી સ્થિતિમાં ેંછઈ અને અન્ય અરબ દેશોમાં ચોખાનો મોટા પ્રમાણમાં વપરાશ થાય છે. ભારતના પ્રતિબંધને કારણે ેંછઈમાં ચોખાની અછતનું સંકટ ઉભું થવાની સંભાવના છે. ભારત સરકારના આ ર્નિણયની અસર અમેરિકામાં જાેવા મળી રહી છે. અહીં સુપર માર્કેટમાં ચોખાના ભાવ ૩ ગણા વધી ગયા છે. સામાન્ય રીતે, ચોખાની ૯ કિલોની થેલીની કિંમત અહીં ઇં૧૦ સુધી હતી, જે ભૂતકાળમાં ઇં૩૫ સુધી પહોંચી ગઈ છે. તે જ સમયે, ચોખા ખરીદવા માટે સુપર માર્કેટની બહાર લાંબી લાઈનોમાં ઉભા રહેલા લોકોના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કેટલાક સુપર માર્કેટોએ એવો નિયમ બનાવવો પડ્યો હતો કે એક પરિવાર માત્ર એક પેકેટ ચોખા ખરીદી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/