fbpx
રાષ્ટ્રીય

મોસ્કો પર ડ્રોન હુમલો, પુતિન માટે ખતરાની ઘંટડી સમાન, પુતિનનો ગુસ્સો સાતમા આસમાને

રશિયાની રાજધાની મોસ્કો પર યુક્રેનના હુમલા બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુસ્સે થઈ ગયા છે. પુતિને કહ્યું કે તેઓ નાટો સાથે યુદ્ધ માટે તૈયાર છે. વારંવારના પ્રયાસો બાદ યુક્રેન મોસ્કો પર ડ્રોન હુમલો કરવામાં સફળ રહ્યું છે. આનાથી નારાજ રશિયન વિદેશ મંત્રાલયે પહેલાથી જ નાટોને જવાબદાર ઠેરવ્યું છે. એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું કે, આ હુમલો કોઈની મદદ વગર થઈ શક્યો ના હોત. હવે રાષ્ટ્રપતિ પુતિનની સીધી જાહેરાત બાદ એવું માનવામાં આવે છે કે તેમણે પશ્ચિમી સૈન્ય સંગઠનનો મુકાબલો કરવાનો સંપૂર્ણ મૂડ બનાવી લીધો છે.

યુક્રેને ૨૪ એપ્રિલે મોસ્કો પર પહેલો ડ્રોન હુમલો કર્યો હતો. આ ડ્રોન ૧૦૦ કિલોમીટરના અંતરે ક્રેશ થયું હતું. ૩ મેના રોજ બપોરે ૨ વાગ્યે યુક્રેને બીજા બે ડ્રોન હુમલા કર્યા હતા. આ પછી ૧૭ મે, ૩૦ મે, ૪ જુલાઇ અને ૨૪ જુલાઇએ ડ્રોનથી હુમલા થયા હતા. જાેકે, યુક્રેનની સેના આ હુમલામાં નિષ્ફળ રહી હતી. તાજેતરના ડ્રોન હુમલામાં મોસ્કોમાં બે ઓફિસ બિલ્ડિંગને નુકસાન થયું છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. હુમલા બાદ જાહેર માર્ગને અસર થઈ હતી. શહેરનું એરપોર્ટ પણ બંધ કરવું પડ્યું હતું.

રશિયાના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે સેનાએ યુક્રેનના ત્રણ ડ્રોનને તો઼ડી પાડ્યા છે. રશિયાએ આ હુમલાને આતંકવાદી હુમલાનો પ્રયાસ ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું, જ્યારે બેને ઈલેક્ટ્રોનિક પધ્ધતિએ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે ઈમારત પર તૂટી પડ્યું હતું. આ હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર છે. મોસ્કોના મેયરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બિલ્ડિંગના બહારના ભાગને નુકસાન થયું છે.

યુક્રેને આ સપ્તાહે ત્રીજી વખત રશિયાની રાજધાની પર ડ્રોન હુમલો કર્યો છે. જ્યારે, એકલા જુલાઈ મહિનામાં આ ચોથો હુમલો હતો. આ પહેલા શુક્રવારે યુક્રેને એક પછી એક પાંચ ડ્રોન હુમલા કર્યા હતા. જાે કે, રશિયન સેનાએ એ તમામ ડ્રોનને અટકાવ્યા અને તમામ ડ્રોનને તોડી પાડ્યા. મોસ્કો પરનો હુમલો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે લાલ બત્તી સમાન સાબિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ફેબ્રુઆરી ૨૦૨૨ માં થયેલા હુમલા પછી, મોટાભાગના વિસ્તારો જે રશિયાના કબજામાં હતા તે યુક્રેન દ્વારા ફરીથી કબજે કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં રશિયામાં પુતિન વિશ્વસનીયતા નબળી પડી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/