fbpx
રાષ્ટ્રીય

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલન, ૧૨ લોકો કાટમાળ નીચે દટાયાએસડીઆરએફ, ડીડીઆરએફ સહિતની ઘણી રેસ્ક્યુ ટીમો દ્વારા બચાવકાર્ય શરુ કરવામાં આવ્યું

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ફરી એકવાર ભૂસ્ખલનની ઘટના બની છે. તેના પર ગૌરીકુંડમાં વરસાદને કારણે ભૂસ્ખલન થતાં ૧૦થી ૧૨ લોકો કાટમાળ નીચે દટાયા હતા. આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે થયો હતો. પહાડી પરથી સતત પથ્થરો પડવાના કારણે રેસ્ક્યુ ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રુદ્રપ્રયાગ પોલીસ, એસડીઆરએફ, ડીડીઆરએફ સહિતની ઘણી ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે, પરંતુ ગુમ થયેલા લોકો વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. જણાવી દઈએ કે રુદ્રપ્રયાગ ગૌરીકુંડમાં ગુરુવાર સાંજથી વરસાદ પડી રહ્યો છે. મોડી રાત્રે વધુ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ટેકરી પર ભૂસ્ખલન થયું હતું, જેમાં બે દુકાનોને નુકસાન થયું હતું. ત્યારે દુકાનોમાં કામ કરતા ૧૦ થી ૧૨ લોકો કાટમાળ નીચે દટાયા હતા. ભૂસ્ખલનની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. થોડા સમય બાદ જિલ્લા પ્રશાસન, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન, જીડ્ઢઇહ્લ અને ડ્ઢડ્ઢઇહ્લની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જાે કે, મુશળધાર વરસાદને કારણે રાત્રિના સમયે દુકાનોની અંદર રહેતા લોકોને બચાવી શકાયા ન હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવરે જણાવ્યું કે રાત્રે લગભગ ૧૨ વાગે ડાક પુલિયા પાસે ભૂસ્ખલન થયું. માહિતી મળતાની સાથે જ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે વરસાદને કારણે બચાવ કામગીરી અટકાવવી પડી હતી. હવે સવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા છે. તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/