fbpx
રાષ્ટ્રીય

૧૯૫૦ થી વિશ્વભરમાં ૪૮૬ બળવા થયા છે, આમાં ૨૧૪ ઘટનાઓ માત્ર આફ્રિકન દેશોમાં જ બનીઆફ્રિકાનો કાળો ઈતિહાસ જેમાં સરકારને પછાડવી એ બાળકોની રમત

તખ્તાપલટની ઘટનાઓ નવો ઈતિહાસ લખે છે, પરંતુ આફ્રિકામાં આવું બિલકુલ નથી, કારણ કે અહીંનો ઈતિહાસ ફક્ત આવો જ રહ્યો છે. આફ્રિકન દેશ નાઈજરમાં તાજેતરની તખ્તાપલટની ઘટના આના પર મહોર લગાવે છે. હવે અહીં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. યુદ્ધની સ્થિતિ બની ગઈ છે. નાઈજર અને અન્ય આફ્રિકન દેશોએ યુરોપને સોના અને યુરેનિયમનો પુરવઠો રોકવાની જાહેરાત કરી છે. વિદ્રોહનું વલણ જાેઈને નાટોએ આફ્રિકન દેશોને સીધી ચેતવણી આપી છે. નાટોએ નાઈજર સાથે વિરોધ કરી રહેલા આફ્રિકન દેશો પર ઘણા કડક પ્રતિબંધો લગાવ્યા છે. નાઈજરમાં બળવો દેશની અર્થવ્યવસ્થાને કેવી રીતે તોડી નાખશે, તેની અસર દેખાવા લાગી છે. વિશ્વમાં સૌથી વધુ બળવા આફ્રિકન દેશોમાં થયા છે. છેલ્લા ૭૫ વર્ષમાં અહીં સૌથી વધુ ૨૧૪ તખ્તાપલટના પ્રયાસો થયા છે. તેમાંથી ૧૦૬ પ્રયાસો સફળ રહ્યા હતા.
સત્તાપલટાનો ઈતિહાસ.. જે જણાવીએ તો, માત્ર છેલ્લા દોઢ વર્ષના ઈતિહાસમાં આફ્રિકન મહાદ્વીપમાં સત્તાપલટોની ઘટનાઓનો ગ્રાફ ઝડપથી વધ્યો છે. અહીં સેનાએ બુર્કિના ફાસો, સુદાન, ગિની, ચાડ અને માલી પર કબજાે જમાવ્યો હતો. ઑક્ટોબર ૨૦૨૧માં સુદાનના તખ્તાપલટ પછી, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે તેને બળવાનો “મહામારી” તરીકે વર્ણવ્યો હતો. તેમણે કહ્યું, કેટલાક સૈન્ય નેતાઓને લાગે છે કે તેમની પાસે સંપૂર્ણ સ્વતંત્રતા છે અને તેઓ જે ઈચ્છે તે કરી શકે છે કારણ કે તેમને કંઈ થશે નહીં. આફ્રિકન દેશોમાં સત્તાપલટોના ઈતિહાસ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે અહીં આ ઘટનાને અંજામ આપવો અને સરકારને બંદી બનાવી લેવી કોઈ રમતથી ઓછી નથી. યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડાના સંશોધકો જાેનાથન પોવેલ અને યુનિવર્સિટી ઓફ કેન્ટુકીના સંશોધક ક્લેટન થાઈનનું કહેવું છે કે, ૨૦૨૧ પહેલાના ૧૦ વર્ષ પર નજર કરીએ તો જાણવા મળે છે કે દર વર્ષે સરેરાશ એક કરતા પણ ઓછા સફળ તખ્તાપલટ થયા હતા, પરંતુ છેલ્લા દોઢ વર્ષમાં થયેલી ઘટનાઓ ચિંતા પેદા કરે છે અને અંતમાં અહીંની લોકશાહી પર પ્રશ્નો ઉભા કરે છે.
આફ્રિકાના ૫૪માંથી ૪૫ દેશોમાં ચોક્કસપણે બળવો થયો છે… જે જણાવીએ તો, આફ્રિકા ખંડના સમૂહમાં ૫૪ દેશો છે. ઓછામાં ઓછા એક વખત ૪૫ દેશોમાં બળવો થયો છે. પોવેલના ડેટા અનુસાર, આફ્રિકન દેશ સુદાન ૧૯૫૦ પછી સૌથી વધુ તખ્તાપલટો સાથે ટોચ પર છે. જ્યારે, બુર્કિના ફાસોમાં ૧૯૬૬, ૧૯૭૪, ૧૯૮૦, ૧૯૮૨, ૧૯૮૩, ૧૯૮૭ અને ૨૦૧૪માં સફળ સત્તાપલટો થયા હતા. આફ્રિકાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ નાઇજીરીયા, ૧૯૬૦માં આઝાદી પછી તખ્તાપલટોનો લાંબો ઇતિહાસ ધરાવે છે. ત્યારથી, ત્યાં ૮ બળવાના પ્રયાસો થયા છે, જેમાંથી ૬ સફળ થયા હતા.
આફ્રિકાના તખ્તાપલટના રેકોર્ડ તેને કેટલો દૂર છોડી દીધો.. જે જણાવીએ તો, ૧૯૫૦થી વિશ્વભરમાં ૪૮૬ બળવા થયા છે. આમાં ૨૧૪ ઘટનાઓ માત્ર આફ્રિકન દેશોમાં જ બની હતી. આમાં માત્ર ૧૦૬ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આફ્રિકન દેશોમાં આવી ઘટનાઓ દર્શાવે છે કે અહીં બધું કેટલું સામાન્ય છે. ચાલો હવે સમજીએ કે આ ઘટનાઓએ આફ્રિકાને કેટલું પાછળ છોડી દીધું છે. વર્લ્ડ બેંકનો રિપોર્ટ કહે છે કે ૨૦૨૦માં બુર્કિના ફાસો, સુદાન, ગિની, ચાડ અને માલીની જીડીપી ૨૦ મિલિયન ડોલરથી ઓછી હતી. તે જ સમયે, સુદાનની જીડીપી ૨૧ અબજ ડોલર હતી. આ દેશો કેટલા પાછળ છે તે અમેરિકાના ઉદાહરણ પરથી સમજાય છે. વર્ષ ૨૦૨૦માં અમેરિકાની જીડીપી ૨૦ ટ્રિલિયન ડોલર હતી. જે વિશ્વમાં સૌથી વધુ હતી. પોવેલના મતે, ચાલુ આતંકવાદી અભિયાન અને વિદ્રોહનો સામનો કરી રહેલા દેશોમાં બળવાનું જાેખમ પણ વધારે છે. આફ્રિકા બળવાને ધમકી તરીકે જાેતું નથી, સાહેલ પ્રદેશ, જેમાં બુર્કિના ફાસો, માલી, ચાડ અને સુદાનનો સમાવેશ થાય છે, હજુ પણ એવી પરિસ્થિતિઓ છે જે બળવા તરફ દોરી જાય છે. એટલે કે, કંઈ બદલાયું નથી.
સત્તાપલટોનું પૂર કયા કારણસર આવ્યું?.. જે જણાવીએ તો, આફ્રિકન યુનિયન પીસ એન્ડ સિક્યોરિટી કાઉન્સિલે ૨૦૧૪માં જણાવ્યું હતું કે, સરકારના ગેરબંધારણીય ફેરફારો, શાસનમાં ખામીઓ તેમજ લોભ, સ્વાર્થ, ગેરવહીવટ, માનવાધિકારનો હનન, ભ્રષ્ટાચાર અને ભૂલો સ્વીકારવાના ઇનકારને કારણે અહીં સ્થિતિ વધુ ખરાબ થઈ છે. જે દેશો ગરીબ છે અને ઓછા સ્થિર લોકશાહી ધરાવનાર છે, તેઓ ઐતિહાસિક રીતે આવા બળવા માટે વધુ સંવેદનશીલ છે. ફંડ ફોર પીસ દ્વારા બનાવવામાં આવેલ ૨૦૨૧ નાજુક દેશોના સૂચકાંકમાં ટોચના ૨૦ દેશોમાંથી આફ્રિકા ૧૫માં ક્રમે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/