fbpx
રાષ્ટ્રીય

વેદાન્તાનો શેર અચાનક ગગડી ગયો?…. મેનેજમેન્ટને લઈને આવ્યું નવી અપડેટ

વેદાંતે (ફીઙ્ઘટ્ઠહંટ્ઠ) તેના મેનેજમેન્ટને લઈને મોટી જાહેરાત કરી છે. આ પછી શેરમાં મોટો ઘટાડો જાેવા મળ્યો હતો. કંપનીએ એક્સચેન્જાેને માહિતી આપી છે કે કંપનીએ એલ્યુમિનિયમ બિઝનેસ માટે જાેન સ્લેવનને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે. કંપનીએ મેનેજમેન્ટમાં આ ફેરફાર અંગે એક્સચેન્જાેને જાણ કરી છે. કંપનીએ કહ્યું કે જાેન સ્લેવેનને એલ્યુમિનિયમ બિઝનેસના સીઈઓ બનાવવા ઉપરાંત વેદાંતના સિનિયર મેનેજમેન્ટ પર્સનલ (જીસ્ઁ)માં સામેલ કરવામાં આવ્યા છે. આ ફેરફાર ૩ ઓક્ટોબર ૨૦૨૩થી લાગુ થશે. જાેન સ્લેવનની આ નિમણૂક ૩.૫ વર્ષ માટે રહશે.
જવાબદારી શું રહશે?.. જે જણાવીએ તો, જ્હોન સ્લેવેનને ઓસ્ટ્રેલિયન માઇનિંગ અને મેટલ્સ કંપની મ્ૐઁ બિલિટન અને મ્ઝ્રય્ સાથે કામ કરવાનો અનુભવ છે. કંપનીએ જણાવ્યું કે વેદાંતમાં તેની જવાબદારી એલ્યુમિનિયમ બિઝનેસના વિકાસ અને વ્યૂહરચના માટે રહેશે. આમાં વૈશ્વિક ભાગીદારો સાથે મળીને કામ કરવાનો પણ સમાવેશ થાય છે. આ સિવાય કંપનીએ કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ બિઝનેસના સીઓઓ સ્ટીફન રસેલ મૂરને ડેપ્યુટી સીઇઓની જવાબદારી પણ આપી છે. કંપનીની આ જાહેરાત બાદ શેરમાં અચાનક મોટો ઘટાડો જાેવા મળ્યો છે. એક્સચેન્જાેને આ માહિતી આપ્યાના થોડા સમય બાદ જ શેરમાં સાડા ત્રણ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો. બપોરે ૩ વાગ્યે, આ શેર શેર દીઠ રૂ. ૨૪૬.૨૫ પર ટ્રેડ થતો જાેવા મળ્યો હતો. જાેકે, બજાર બંધ થવાના સમયે તેમાં થોડી રિકવરી જાેવા મળી હતી, પરંતુ લાલ નિશાન પર જ બંધ થયો હતો. આ શેરનું ૫૨ સપ્તાહનું ઉચ્ચ સ્તર શેર દીઠ રૂ. ૩૪૦.૭૫ હતું. જ્યારે ૫૨ સપ્તાહની નીચી સપાટી રૂ. ૨૪૫.૫૦ પ્રતિ શેર છે.
ફીઙ્ઘટ્ઠહંટ્ઠ માટે જૂન ક્વાર્ટર નબળું રહ્યું.. જે જણાવીએ તો, વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નો પ્રથમ ક્વાર્ટર વેદાંત માટે કંઈ ખાસ રહ્યો નથી. જૂન ક્વાર્ટરમાં તેનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૪૦ ટકા ઘટીને રૂ. ૨,૬૪૦ કરોડ થયો હતો. જાે કે, નફામાં આ ઘટાડો વિશ્લેષકોના અંદાજ કરતાં ઓછો રહ્યો છે કારણ કે તેઓએ તે ઘટીને રૂ. ૧૪૧૦ કરોડ થવાનો અંદાજ મૂક્યો હતો. આ સમયગાળા દરમિયાન કંપનીની આવક ઘટી છે . આઘટડા બાદ તે ૧૩ ટકા ઘટીને રૂ. ૩૩,૩૪૨ કરોડ થઈ હતી. કંપનીનું ગ્રોસ ડેટ માર્ચ ક્વાર્ટરમાં રૂ. ૬૬,૧૮૨ કરોડથી વધીને રૂ. ૭૩,૪૮૪ કરોડ થયું છે. જૂનના અંતે, તેની પાસે રૂ. ૧૪,૨૯૨ કરોડની રોકડ અથવા રોકડ સમકક્ષ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/