fbpx
રાષ્ટ્રીય

મોરોક્કોના અઝીલાલમાં ભયાનક માર્ગ અકસ્માત, ૨૪ લોકોના મોત, અનેક ઘાયલ

મોરક્કોના અઝીલાલ પ્રાંતમાં રવિવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં ૨૪ લોકોના મોત થયા હતા. મીડિયા અહેવાલો અનુસાર, સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ડેમનેટ શહેરમાં મુસાફરોને બજારમાં લઈ જઈ રહેલી એક મિનિબસ બેકાબૂ થઈને પલટી ગઈ હતી. તેમણે કહ્યું કે અકસ્માતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, મોરોક્કોની સત્તાવાર સમાચાર એજન્સીએ સ્થાનિક અધિકારીઓને દ્વારા જણાવ્યું હતું કે ડેમનેટ શહેરમાં એક સાપ્તાહિક બજારમાં જઈ રહેલી એક મિનિબસ એક વળાંક પર બેકાબૂ થઈને પલટી ગઈ ત્યારે આ અકસ્માત થયો હતો. હાલ અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ઘટનાસ્થળે બચાવ કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે અને અગાઉ વર્ષ ૨૦૧૫ માં, દક્ષિણ મોરોક્કોમાં યુવા રમતવીરોના પ્રતિનિધિમંડળને લઈ જઈ રહેલી સેમી-ટ્રેલર ટ્રક અને બસ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ૩૩ લોકોના મોત થયા હતા. ઓગસ્ટ ૨૦૨૨ માં પણ, કાસાબ્લાન્કાની પૂર્વમાં બસ અકસ્માતમાં ૨૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ૩૬ ઘાયલ થયા હતા. ૨૦૧૨માં બસ અકસ્માતમાં ૪૨ લોકોના મોત થયા હતા. નેશનલ રોડ સેફ્ટી એજન્સી અનુસાર, મોરોક્કોમાં દર વર્ષે સરેરાશ ૩,૫૦૦ લોકો મૃત્યુ પામે છે અને ૧૨,૦૦૦ લોકો રોડ અકસ્માતમાં ઘાયલ થાય છે. આ હિસાબે દરરોજ ૧૦ મૃત્યુ થાય છે. ગયા વર્ષે આ આંકડો ૩,૨૦૦ આસપાસ હતો, જે હવે વધી ગયો છે. વહીવટીતંત્રનું કહેવું છે કે વર્ષ ૨૦૨૬ સુધીમાં મૃત્યુ દર અડધો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં રવિવારે બપોરે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસની એક પછી એક એમ કુલ ૧૦ બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. અધિકારીઓ દ્વારા અકસ્માતનો ભોગ બનેલા લોકો વિશે માહિતી આપવામાં આવી હતી કે, આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા છે, જ્યારે ૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/