fbpx
રાષ્ટ્રીય

બ્રિટનમાં કોરોનાનો નવો વેરિયન્ટ મળ્યો, ઝડપથી ફેલાઈ રહ્યો છે વાયરસકોરોનાના આ વેરિયન્ટે ઝડપ પકડી તો.. શિયાળામાં ‘મોટી આફત’ સર્જશે!..

દુનિયામાં ભલે કોરોનાનો કહેર ખતમ થઈ ગયો હોય, પરંતુ આવનારા શિયાળામાં બ્રિટન મુશ્કેલીમાં મુકાઈ જશે. આ દિવસોમાં બ્રિટનમાં કોરોનાવાયરસ ઈય્.૫.૧ નું એક નવું સ્વરૂપ ફેલાઈ રહ્યું છે, જેને છીિૈજ નામ આપવામાં આવ્યું છે. વાયરસનો આ પ્રકાર બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વેરિયન્ટને કારણે બ્રિટનના આરોગ્ય અધિકારીઓ સતર્ક થઈ ગયા છે. નવો વેરિઅન્ટ ઓમિક્રોનનો એક ભાગ છે. ગયા મહિને બ્રિટનમાં આ વાયરસ વિશે માહિતી મળી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર બ્રિટનના લોકો કોવિડથી ડરવા લાગ્યા છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (ેંદ્ભૐજીછ)એ જણાવ્યું કે કોરોના વાયરસના સાતમાંથી એક કેસ એરિસ વેરિઅન્ટ સાથે જાેડાયેલો છે. નવીનતમ માહિતી અનુસાર, કોવિડના કુલ કેસમાંથી ૧૪.૬ ટકા એરિસ વેરિઅન્ટ સાથે સંકળાયેલા છે. ેંદ્ભૐજીછ કહે છે કે પાછલા રિપોર્ટની સરખામણી કરીએ તો જાણવા મળ્યું છે કે આ અઠવાડિયે કોવિડ-૧૯ના કેસ સતત વધી રહ્યા છે. રેસ્પિરેટરી ડેટામાર્ટ સિસ્ટમ દ્વારા નોંધાયેલા ૪,૩૯૬ શ્વસન નમૂનાઓમાંથી, ૫.૪% કોવિડ સાથે જાેડાયેલા હતા.

અગાઉના અહેવાલમાં, ૪,૪૦૩ નમૂનાઓમાંથી, ૩.૭ ટકા કોવિડ સાથે સંકળાયેલા હતા. ેંદ્ભૐજીછ એ અહેવાલ આપ્યો છે કે ઈય્.૫.૧ વેરિઅન્ટ વિશે પ્રથમ માહિતી ૩ જુલાઈ ૨૦૨૩ના રોજ વાયરસ મોનિટરિંગ દરમિયાન મળી હતી. આંતરરાષ્ટ્રીય મુસાફરોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે આ પ્રકાર સામે આવ્યો. કોવિડના વધતા કેસો વચ્ચે નિષ્ણાતોનું કહેવું છે કે બ્રિટન માટે પાનખર ભારે રહેશે. આ દરમિયાન કોવિડના કેસ વધી શકે છે. યુકેમાં પાનખરથી શિયાળાની ઋતુ સુધી કોવિડના વધતા જતા કેસ નોંધાયા છે. આ જ કારણ છે કે ફરી એકવાર આ ભય સતાવી રહ્યો છે. યુનિવર્સિટી કોલેજ લંડનના ઓપરેશન્સ રિસર્ચના પ્રોફેસર ક્રિસ્ટીના પેજલે કહ્યું કે એવું લાગે છે કે બ્રિટન નવી કોવિડ વેવ તરફ આગળ વધી રહ્યું છે. પાનખર આવી રહ્યું છે અને લોકો કામ અને શાળામાં પાછા ફરે છે. આવી સ્થિતિમાં કોવિડનું જાેખમ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે આપણે સપ્ટેમ્બરમાં કોવિડના કેસ વધતા જાેઈ શકીએ છીએ. પેજલે રાષ્ટ્રવ્યાપી ઇન્ફેક્શન સર્વેક્ષણ પાછું લાવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું કે હું એ વાતથી સૌથી વધુ ચિંતિત છું કે દ્ગૐજી કટોકટી ગયા વર્ષે શિયાળામાં જાેવા મળી હતી, તે શિયાળામાં ફરી એકવાર જાેવા મળી શકે છે. આપણે માત્ર રસ્તો જાણ્યા વગર જ આગળ વધી રહ્યા છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/