fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ટ્રેન દુર્ઘટના સર્જાઈ, ૨૦ લોકોના મોત, ૫૦થી વધુ લોકો ઘાયલ થયાપાકિસ્તાનમાં રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસના ૧૦ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા

પાકિસ્તાનમાં આજે રવિવારે બપોરે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસની એક પછી એક એમ કુલ ૧૦ બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. અધિકારીઓ દ્વારા અકસ્માતનો ભોગ બનેલા લોકો વિશે માહિતી આપવામાં આવી હતી કે, આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા છે, જ્યારે ૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, શહઝાદપુર અને નવાબશાહ વચ્ચે સ્થિત સરહરી રેલવે સ્ટેશન નજીક રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસના ૧૦ ડબ્બા પાટા પરથી ઉતરી જતાં ઓછામાં ઓછા ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. જ્યારે અકસ્માતમાં ૨૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘાયલોને નવાબશાહની પીપલ્સ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં વધુ લોકો ઘાયલ થવાની આશંકા છે, કારણ કે અધિકારીઓનું કહેવું છે કે ડબ્બા પાટા પરથી ઉતરી જવા પાછળનું કારણ જાણી શકાયું નથી. સ્થાનિક મીડિયા અનુસાર, આ ટ્રેન કરાચીથી રાવલપિંડી જઈ રહી હતી. રેસ્ક્યુ ટીમ અને પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. ત્યાંથી મળેલા ઘણા ફૂટેજમાં જાેવા મળે છે કે, આ ટ્રેન પુલ પાસે પાટા પરથી ઉતરી ગઈ છે. લોકો પોતાની મેળે બહાર આવી રહ્યા છે. પુલ નીચે કેટલાક લોકોના મૃતદેહ પડેલા છે.

અકસ્માત બાદ પલટી ગયેલી બોગીમાંથી મુસાફરો જાતે જ બહાર નીકળી રહ્યા છે. પાકિસ્તાન રેલવેના સુક્કર ડિવિઝનલ કોમર્શિયલ ઓફિસર (ડીસીઓ) મોહસીન સિયાલે કહ્યું કે ટ્રેનના કેટલા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા તેની ચોક્કસ માહિતી મળી શકી નથી. સત્તાવાળાઓ દ્વારા કોઈ જાનહાનિની ??પુષ્ટિ કરવામાં આવી નથી. સિયાલે ડૉન ન્યૂઝને કહ્યું, “હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું. આ અકસ્માત સિરહરી રેલવે સ્ટેશનના આઉટર સિગ્નલ પર થયો હતો. કેટલા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા તે અંગે તેમણે કહ્યું, “કેટલાક લોકો કહી રહ્યા છે કે પાંચ કોચ પાટા પરથી ઉતરી ગયા છે, જ્યારે કેટલાક કહે છે કે આઠ કોચ પાટા પરથી ઉતરી ગયા છે. કેટલાક કહી રહ્યા છે કે ૧૦ કોચ પાટા પરથી ઉતરી ગયા છે. શહીદ બેનજીરાબાદના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીઆઈજી) મુહમ્મદ યુનિસે આ અકસ્માતને “મોટો અકસ્માત” ગણાવ્યો હતો. તેમણે કહ્યું, “રાહત અને બચાવ કામગીરી શરૂ કરવા માટે બચાવ ટીમોની જરૂર છે. તેમની ટીમ અને કમિશનર સ્થળ પર જઈ રહ્યા છે. જ્યારે સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમના એક નિવેદનમાં, તેમણે નવાબશાહના ડેપ્યુટી કમિશનર (ડ્ઢઝ્ર) ને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/