fbpx
રાષ્ટ્રીય

ભાજપના સાંસદે ન્યૂઝક્લિકનો મુદ્દો ઉઠાવ્યો, ન્યૂઝ ક્લિકે કેન્દ્રસરકાર વિરુદ્ધ વાતાવરણ સર્જાયુંએક ન્યૂઝક્લિકને લઈને લોકસભામાં હોબાળો, ભાજપના સાંસદે કહ્યું,-‘કોંગ્રેસનું ષડયંત્ર ગણાવ્યું’અનુરાગ ઠાકુરનો “

કોંગ્રેસ પર મોટો આરોપ ઃ “કોંગ્રેસ માટે નેવિલ અને ન્યૂઝક્લિકનો બચાવ કરવો સ્વાભાવિક કેમ કે, તેના નેતૃત્વ માટે રાષ્ટ્રીય હિત ક્યારેય મહત્વનું નથી એક મીડિયા સંસ્થા ન્યૂઝક્લિકને લઈને આજે લોકસભામાં ભારે હોબાળો થયો હતો. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સંસ્થાને રાષ્ટ્ર વિરોધી ગણાવી અને તેને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવ્યું. દુબેએ દાવો કર્યો હતો કે, સંસ્થાને ચીન તરફથી ભંડોળ મળે છે. આ મામલે આઈટી મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે હવે ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ પણ માની રહ્યું છે કે નેવિલ રોય સિંઘમ અને તેની ન્યૂઝક્લિક કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઈનાનું ખતરનાક સાધન છે, જે દુનિયામાં ચીનના એજન્ડાને પ્રોત્સાહન આપી રહી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ભારતમાં સંસ્થા વિરુદ્ધ પાંચ દિવસના દરોડામાં વિદેશી ફંડિંગ મળી આવ્યું હતું. નેવિલ સિંઘમનો ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંપર્ક છે. ન્યૂઝક્લિક એ દેશ વિરોધી સંગઠન છે. ૨૦૨૧ માં, સરકારે જાહેર કર્યું કે કેવી રીતે વિદેશી પ્રચાર ભારત વિરુદ્ધ છે. આ ભારત વિરોધી આંદોલનમાં વિપક્ષ પણ તેમની સાથે જાેડાયા હતા. તેમણે કોંગ્રેસ, મોટા પત્રકારો અને ટીએમસી સાંસદોના ટ્‌વીટ શેર કર્યા. તેઓ ચીનનો દ્રષ્ટકોણ રાખવા માટે સાથે આવ્યા હતા. ભારત વિરુદ્ધ ખરાબ પ્રચાર કરવામાં આવ્યો હતો. તેઓ ફ્રી ન્યૂઝના નામે ફેક ન્યૂઝ આપવા જઈ રહ્યા છે. કોંગ્રેસ અને અન્ય પક્ષોએ તેમને ટેકો આપ્યો હતો. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આજે ??સંસદમાં ન્યૂઝક્લિકનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે સંસ્થાએ ચીનના ફંડથી મોદી વિરુદ્ધ વાતાવરણ ઊભું કર્યું. દાવો કર્યો કે આ કોંગ્રેસનું ષડયંત્ર છે. ચીનના ફંડથી દેશમાં વાતાવરણ સર્જાયું હતું. અનુરાગ ઠાકુરે કહ્યું કે સમાન વિચારધારા ધરાવતા દળો દ્વારા સમર્થિત નેવિલ શંકાસ્પદ ભારત વિરોધી એજન્ડાને આગળ ધપાવી રહ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ સમક્ષ ભારત લાંબા સમયથી દુનિયાને કહેતું આવ્યું છે કે ચીનનો પ્રચાર એક ખતરનાક વૈશ્વિક જાળ છે. ૨૦૨૧ માં, જ્યારે સરકારે મની લોન્ડરિંગના મજબૂત પુરાવાના આધારે સંસ્થા વિરુદ્ધ તપાસ શરૂ કરી, ત્યારે વિરોધ પક્ષો તેમના બચાવમાં આવ્યા. અનુરાગ ઠાકુરે કહ્યું કે, કોંગ્રેસ માટે નેવિલ અને ન્યૂઝક્લિકનો બચાવ કરવો સ્વાભાવિક છે કારણ કે તેના નેતૃત્વ માટે રાષ્ટ્રીય હિત ક્યારેય મહત્વનું નથી. તેણે વર્ષ ૨૦૦૮માં કથિત ઝ્રઁઝ્ર સાથે મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા હતા. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેણે રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે ચીની દૂતાવાસ પાસેથી દાન સ્વીકાર્યું હતું? કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અહંકારી ગઠબંધન અને તેના નેતાઓ અને તેના દ્વારા સમર્થિત લોકો ક્યારેય ભારતના હિત વિશે વિચારી શકતા નથી. ભારતને કેવી રીતે નબળું બનાવવું, ભારતના હિતોને કેવી રીતે નુકસાન પહોંચાડવું અને ભારત વિરોધી એજન્ડાને કેવી રીતે હવા આપવી, આ તમામ ચિંતાઓ આ ગઠબંધન સાથે સંકળાયેલા લોકોને સતાવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/