fbpx
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે,”વડાપ્રધાન મોદીજી મણિપુરને સળગાવવા માગે છે, આગને બુઝાવવા નથી માંગતા.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં આપેલા અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાના જવાબ અંગે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ, આજે જણાવ્યું હતુ કે, અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા સમયે વડાપ્રધાન સંસદમાં ૨ કલાકથી વધુ સમય સુધી બોલતા રહ્યાં. હસતા રહ્યાં. પણ મણિપુરની વાત ના કરી. વિષય કોંગ્રેસ નહોતો, વિષય હુ નહોતો. વિષય હતો મણિપુરનો. મણિપુરમાં કેમ હિંસા થઈ રહી છે, તેને કેમ રોકવી તેના માટેનો વિષય હતો. પરંતુ તેમણે આ અંગે કોઈ વાત ના કરી. રાહુલ ગાંધીએ મણિપુરની મુલાકાતનો પ્રસંગ ટાંકીને કહ્યું કે, અમે જ્યારે મેઈતેઈના વિસ્તારમાં ગયા ત્યારે અમને કહેવાયું કે કોઈ કુકીને સાથે ના લાવશો. જાે તમારા સુરક્ષાદળમાં કોઈ કુકી હશે તો અમે તેને ગોળી મારી દઈશુ. એ જ રીતે અમે કુકી વિસ્તારમાં ગયા ત્યારે અમને કહેવાયું હતું કે, કોઈ મેઈતેઈને સાથે ના લાવશો,જાે સુરક્ષાદળમાં સાથે મેઈતેઈ હશે તો તેને ગોળી મારી દઈશુ. આ રીતે બે ભાગમાં વહેચાઈ ગયું છે મણિપુર. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકારે એક સ્ટેટની હત્યા કરી છે. ભારત માતાની હત્યા કરાઈ છે.

અને વડાપ્રધાન સંસદમાં હસી રહ્યાં છે. નારા લગાવડાવી રહ્યાં છે. આ તેમના માટે શોભાસ્પદ નથી. જાે સૈન્ય ધારે તો બે દિવસમાં મણિપુરમાં થઈ રહેલી હિંસા અટકી શકે તેમ છે. પરંતુ તેના માટે સરકાર કશુ કરતી નથી તેવો આક્ષેપ કર્યો હતો. અમિત શાહ કહે છે કે સીએમ અમારી વાત માને છે તેના કારણે અમે તેમને નથી હટાવ્યા, તો પછી હિંસા રોકવા કેમ કાંઈ નથી કરતા તેવો પ્રશ્ન રાહુલે કર્યો હતો. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, અમારો હેતુ માત્રને માત્ર મણિપુરમાં હિંસા રોકવાનો છે. અને તેના માટે અમારી પાસે જે કાઈ સાધનો છે તેનો અમે ઉપયોગ કરી રહ્યા છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/