fbpx
રાષ્ટ્રીય

નૂહમાં ફરી યાત્રા નીકળશે!.. VHP-બજરંગ દળે તો યાત્રાની તારીખ નક્કી પણ કરી લીધી!..હિન્દુ સંગઠનોએ હરિયાણાના નૂહમાં ફરી એકવાર બ્રજ મંડળ યાત્રા કાઢવા માટે તૈયાર

હિન્દુ સંગઠનોએ હરિયાણાના નૂહમાં ફરી એકવાર બ્રજ મંડળ યાત્રા કાઢવા માટે ૨૮ ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. પરંતુ આ તારીખનો અંતિમ ર્નિણય ૧૩ ઓગસ્ટે નૂહ અને પલવલ વચ્ચે પોંડરી ગામમાં યોજાનારી હિન્દુ મહાપંચાયતમાં જનતાની વચ્ચે બેસીને લેવામાં આવશે. હિન્દુ સંગઠનોની બેઠકમાં સામેલ ઘણા નેતાઓએ ૨૮મી ઓગસ્ટની તારીખને લઈને સમાચાર એજ્ન્સી ચેનલ ટી.વી.નવ ભારતવર્ષને કન્ફર્મેશન પણ આપ્યું છે. આ આગેવાનોએ જણાવ્યું છે કે સ્થાનિક વહીવટીતંત્રને યાત્રા કાઢવા માટે પરવાનગી પત્ર રવિવારે મહાપંચાયતમાં લેવામાં આવનારા ર્નિણય અને યાત્રાના ફોર્મેટ અંગે મહાપંચાયતના નિર્દેશ બાદ જ આપવામાં આવશે. મહાપંચાયતમાં યાત્રાની તારીખ, યાત્રામાં ભાગ લેનાર લોકોની સંખ્યા, લોકો માટેના નિયમો નિયમ સહિત અન્ય અનેક મુદ્દાઓ પર ચર્ચા થયા બાદ જ ૨૮ ઓગસ્ટની તારીખ પર આખરી મહોર લગાવીને સ્થાનિક પ્રશાસન પાસેથી પરવાનગી માંગવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ૩૧ જુલાઈના રોજ નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદની મુલાકાત દરમિયાન હિંસા ભડકી હતી. જેમાં બે હોમગાર્ડ અને એક મૌલવી સહિત છ લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. ૨૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ૧૫૦થી વધુ હ્લૈંઇ નોંધવામાં આવી હતી. નૂહમાં ફેલાયેલી હિંસા માત્ર નૂહ પુરતી સીમિત ન હતી, પરંતુ તે હરિયાણાના વિવિધ શહેરોમાં ફેલાઈ ગઈ હતી. હિંસાને લગભગ ૧૩ દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ પણ સ્થિતિ પહેલા જેવી નથી. હરિયાણાના નૂહ જિલ્લામાં ૩૧મી જુલાઈએ હિંદુ સંગઠનો દ્વારા કાઢવામાં આવેલી શોભા યાત્રા દરમિયાન પથ્થરમારો અને ગોળીબાર બાદ ચાલી રહેલા તણાવને ઓછો કરવાના પ્રયાસો ચાલુ છે. જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે ૧૩ ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/