fbpx
રાષ્ટ્રીય

બાબા રામદેવની કંપનીનો નફો ૬૪% ઘટ્યો, ડિવિડન્ડની જાહેરાત કરાઈ

બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્‌સે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. જૂન ક્વાર્ટરમાં કંપનીની કામગીરી નબળી રહી હતી. લગભગ ૬૪ ટકાના ઘટાડા સાથે ચોખ્ખો નફો રૂપિયા ૮૭.૬ કરોડ થયો હતો. કંપનીની આવકમાં ૭.૭ ટકાનો વધારો થયો હતો અને તે રૂપિયા ૭૭૬૭ કરોડ હતો. પતંજલિએ શેરધારકો માટે ૩૦૦ ટકાના ઉત્તમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. પરિણામ પહેલાં આ સ્ટોક સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ૧,૩૦૨ ની કિંમતે ૨૧.૬૦ રૂપિયા મુજબ ૧.૬૩% ઘટાડા સાથે શેર બંધ થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ(મ્જીઈ)ને શેર કરેલી માહિતીમાં પતંજલિ ફૂડ્‌સે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે, રોકાણકારોને ૨ રૂપિયાની ફેસ વેલ્યુના આધારે ૩૦૦ ટકા એટલે કે ૬ રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવામાં આવશે. સમાચાર લખાય છે ત્યાં સુધી રેકોર્ડ ડેટ અને પેમેન્ટ ડેટ અંગેની માહિતી આપવામાં આવી નથી. જાેકે, એજીએમની બેઠક ૨૯ સપ્ટેમ્બરે યોજાશે. અગાઉ, સપ્ટેમ્બર ૨૦૨૨ માં, કંપનીએ ૨૫૦ ટકા એટલે કે પ્રતિ શેર ૫ રૂપિયા ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

જૂન ક્વાર્ટરના પરિણામો પર ફોકસ કરીએ તો જૂન ક્વાર્ટરનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો રૂ. ૮૭.૭૫ કરોડ રહ્યો હતો. એક વર્ષ અગાઉ તે રૂ. ૨૪૧.૨૫ કરોડ અને માર્ચ ક્વાર્ટરમાં રૂ. ૨૬૩.૭૦ કરોડ હતો. કામગીરીથી આવક રૂ. ૭૭૬૭.૧૦ કરોડ હતી. એક વર્ષ પહેલા તે ૭૨૧૦.૯૬ કરોડ રૂપિયા હતો. માર્ચ ક્વાર્ટરમાં ૭૮૭૨.૯૨ કરોડ. કમાણી પર, શેર વાર્ષિક ધોરણે રૂ. ૬.૭૨ થી ઘટીને રૂ. ૨.૪૨ થયો હતો. માર્ચ ક્વાર્ટરમાં તે રૂ. ૭.૩૦ હતો. કુલ વેચાણમાં ફૂડ અને એફએમસીજી સેગમેન્ટનું યોગદાન ૨૪.૮૪ ટકા હતું. ત્રિમાસિક ધોરણે, ઈમ્ૈં્‌ માં ૪૧.૭૬ ટકાનો ઉછાળો નોંધાયો હતો એટલે કે આ સેગમેન્ટના વ્યાજ અને કર પહેલાંની કમાણી. ઓપરેશનલ રેવન્યુમાં બ્રાન્ડેડ વેચાણનો ફાળો ૭૦.૭૮ ટકા હતો. ખાદ્ય તેલના જથ્થામાં વાર્ષિક ધોરણે ૩૫.૮૦ ટકાનો વધારો થયો છે. પતંજલિ આયુર્વેદ લિમિટેડે ઓફર ફોર સેલની મદદથી રૂ. ૨૫૩૪ કરોડનું ભંડોળ એકત્ર કર્યું. ય્ઊય્ પાર્ટનર્સ સૌથી મોટા રોકાણકાર હતા. કંપનીએ કહ્યું કે તે હવે ન્યૂનતમ પબ્લિક શેરહોલ્ડિંગ સાથે સુસંગત બની ગઈ છે. પ્રમોટરોનો હિસ્સો ૮૦.૮૨ ટકાથી ઘટીને ૭૩.૮૨ ટકા થયો છે. ઈમ્ૈં્‌ડ્ઢછ રૂ. ૨૧૧.૯૯ કરોડ હતો. ઈમ્ૈં્‌ડ્ઢછ માર્જિન ૨.૭૧ ટકા હતું. ઁમ્‌ રૂ. ૧૧૯.૫૦ કરોડ હતો. ઁમ્‌ માર્જિન ૧.૫૨ ટકા રહ્યો. નિકાસમાં ૧૨૭.૮૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો અને તે રૂ. ૧૬૨.૪૫ કરોડ રહ્યો હતો. કંપનીએ ૨૫ દેશોમાં નિકાસ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/