fbpx
રાષ્ટ્રીય

હિમાચલના સોલનમાં વાદળ ફાટવાના કારણે સાત લોકોના મોત થયાશિમલામાં ૯ના મોત, ઉત્તરાખંડમાં ડિફેન્સ કોલેજ ધરાશાયી થઇ

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી રાજ્યો ફરી એકવાર ભારે વરસાદની ઝપેટમાં આવી ગયા છે. હિમાચલના સોલનમાં વાદળ ફાટવાના કારણે સાત લોકોના મોત થયા છે. રાજધાની શિમલામાં ભૂસ્ખલન બાદ ૨૦ લોકો કાટમાળ નીચે દટાયા હતા. અત્યાર સુધીમાં ૯ મૃતદેહો મળી આવ્યા છે. બીજી બાજુ, મંડીના પરાશરમાં બાગી પુલ ધોવાઈ ગયો છે, જેના કારણે ૨૫૦ થી વધુ લોકો ફસાયા છે. ઉત્તરાખંડની પણ આવી જ હાલત છે. ઉત્તરાખંડના માલદેવતામાં દેહરાદૂન ડિફેન્સ કોલેજની ઇમારત ધરાશાયી થઈ છે. અહીંના છ જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોલન જિલ્લાના કંડાઘાટ સબ-ડિવિઝનના જડોન ગામમાં વાદળ ફાટવાને કારણે બે ઘર ધરાશાયી થયા હતા, જેમાંથી સાત લોકોના મોત થયા છે. મૃતકોમાં ચાર મહિલાઓ અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે. ત્યાંથી બે લોકોને બચાવી લેવાયા છે. શિમલાના સમરહિલ ખાતે એક શિવ મંદિર ભારે ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયુ. સવારે અહીં પૂજા માટે આવેલા ૨૦ જેટલા લોકો મંદિરના કાટમાળ નીચે દટાયા હતા. પોલીસ પ્રશાસન સ્થળ પર છે.

કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કાટમાળ એટલો છે કે હજુ સુધી કોઈ વ્યક્તિ મળી નથી. મંડીના નાગચલામાં વાદળ ફાટવાને કારણે એક વરસાદી નાળુ ઘણો કાટમાળ વહાવીને તેને હાઈવે પર નીચે લાવ્યું છે. સદનસીબે, નાગચલા વિસ્તારમાં રહેણાંક મકાનો, દુકાનો અને બહુમાળી ઇમારતોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવી હતી, પરંતુ મંડીથી કુલ્લુને જાેડતો હાઇવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. જેસીબી મશીન લગાવીને હાઇવે ખુલ્લો કરાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. હિમાચલના આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે,.. શિમલા, ચંબા, કાંગડા, કુલ્લુ, બજાર, લાહૌલ સ્પીતિ અને કિન્નરોનો સમાવેશ છે. હિમાચલ માટે આગામી એક દિવસ ભારે વરસાદ અને પૂર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જયારે તમામ શાળા, કોલેજાે અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ માટે ૩૦૨ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ રખાયા. ભૂસ્ખલન બાદ લગભગ ૨૦૦ બસ ફસાઈ ગઈ. ૧૧૮૪ ટ્રાન્સફોર્મરમાં ખરાબી દેખાઈ, ટ્રાન્સફોર્મર ફેલ થતાં અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો. ઉત્તરાખંડના દેહરાદૂન અને ચંપાવતમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ૧૫ ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે.

કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માલદેવતામાં દેહરાદૂન ડિફેન્સ કોલેજની ઇમારત સતત ભારે વરસાદ બાદ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. રાજ્યમાં પોલીસ પ્રશાસન, જીડ્ઢઇહ્લ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એલર્ટ પર છે. લોકોને નદી અને મોટા નાળાઓથી દૂર રહેવા માટે પણ એલર્ટ આપવામાં આવ્યું છે. દેહરાદૂનમાં ૧થી ૧૨ ધોરણ સુધીની શાળાઓ બંધ છે, જ્યારે ચંપાવતમાં શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉત્તરાખંડના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેહરાદૂન, પૌરી, ચંપાવત, તેહરી, નૈનીતાલ અને ઉધમ સિંહ નગરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/