fbpx
રાષ્ટ્રીય

ટાયફૂન વાવાઝોડાને લઈ લેન્ડફોલ પહેલા પશ્ચિમ જાપાનમાં મોટા ભાગના વિસ્તારોમાં પાવર કટ૮૦૦ ફ્લાઇટ્‌સ રદ, તંત્ર પણ સતર્ક, પૂર અને ભૂસ્ખલનની પણ આગાહી કરવામાં આવી

મંગળવારે વહેલી સવારે પશ્ચિમ જાપાનમાં ધીમી ગતિએ આગળ વધી રહેલા ટાયફૂનને કારણે લગભગ ૮૦૦ ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી છે અને વિવિધ વિસ્તારોમાં પાવર કાપ મૂકવામાં આવ્યો છે. અધિકારીઓ દ્વારા વાવાઝોડાને કારણે પૂર અને ભૂસ્ખલનની પણ આગાહી કરવામાં આવી છે. પેસિફિક મહાસાગરથી નજીક આવીને, ટાયફૂન લેન ટોક્યોના દક્ષિણ-પશ્ચિમમાં ૪૦૦ાદ્બ (૨૫૦ માઇલ) વાકાયામા પ્રીફેક્ચરના દક્ષિણ છેડે અથડાયું. આ દરમ્યાન ટાયફૂન વાવાઝોડાને કારણે ૧૫૦કિમી પ્રતિ કલાકની (૯૩દ્બॅર)ની ઝડપે પવન ફૂંકાયો હતો અને તે લગભગ ૧૫કિમી પ્રતિ કલાકની (૯દ્બॅર)ની ઝડપે હોન્શુના મુખ્ય ટાપુના પશ્ચિમ ભાગમાં ઉત્તર-પશ્ચિમ તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું હતું. વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને પવન સાથે મધ્ય અને પશ્ચિમ જાપાનના વિશાળ વિસ્તારોમાં તેની અસર જાેવા મળી રહી છે.

સામે આવેલા વીડિયોમાં સામે આવ્યું હતું કે વાવાઝોડાને કારણે કરી રીતે નદીઓ ગાંડીતૂર બની છે. આ દરમ્યાન નજીકમાં આવેલા ઘરોને પણ નુકસાન થયું હતું અને નારા શહેરમાં જાેરદાર પવનને કારણે બાંધકામ સાઇટ પર બાંધેલો કાટમાળ પડ્યો હતો. ખાસ કરીને મધ્ય અને પશ્ચિમ જાપાનમાં લગભગ ૯૦,૦૦૦ ઘરોમાં પાવરકાપ મૂકવામાં આવ્યો છે. વરસાદ અને પવનના ખતરનાક પ્રકોપને કારણે અનેક વિસ્તારમાં વિવિધ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. મધ્ય ટોકાઈ પ્રદેશમાં લગભગ ૩૫૦દ્બદ્બ (૧૩.૮ૈહ) વરસાદ થવાની ધારણા હતી, જે ઓગસ્ટ મહિનાના સરેરાશ વરસાદ કરતાં લગભગ ત્રણ ગણો છે. મહત્વનુ છે કે વાવાઝોડાને કારણે મોટાભાગના વેપાર ધંધા ઠપ થયા છે. જાેકે વાવાઝોડા થી અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકો અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર બુધવારથી આ વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/