fbpx
રાષ્ટ્રીય

રશિયાનું મૂન મિશન મુશ્કેલીમાં આવ્યું..રશિયાનું લુના-૨૫ મિશન લેન્ડિંગ પહેલા મુશ્કેલીમાં ફસાઈ ગયું

રશિયાના મૂન મિશન લુના-૨૫માં લેન્ડિંગ પહેલા ટેક્નિકલ ખામી સર્જાઈ છે. રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસે કહ્યું કે શનિવારે ચંદ્ર પર ઉતરતા પહેલા લુના-૨૫ મિશનની તપાસ દરમિયાન તેને ‘ઇમરજન્સી’ વિશે ખબર પડી. રોસકોસ્મોસે જણાવ્યું કે સ્થાનિક સમય અનુસાર બપોરે ૨.૧૦ વાગ્યે લુનાને ભ્રમણકક્ષામાં મોકલવા માટે થ્રસ્ટ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઓટોમેટિક સ્ટેશન પર ઈમરજન્સીની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે મિશનનો મૈન્યૂવર થઈ શક્યો ન હતો. રોસકોસ્મોસે જણાવ્યું હતું કે લેન્ડિંગ માટે ભ્રમણકક્ષામાં જતા પહેલા લુના-૨૫ અવકાશયાનને ‘અસામાન્ય પરિસ્થિતિ’નો સામનો કરવો પડ્યો હતો. લુના-૨૫ અવકાશયાન સોમવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવા જઈ રહ્યું છે.

ચંદ્રના આ ભાગની વધુ તપાસ કરવામાં આવી નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ જગ્યાએ બરફના રૂપમાં મોટી માત્રામાં પાણીનો સંગ્રહ થાય છે. આ સિવાય ઘણી કિંમતી ધાતુઓ પણ અહીં હાજર છે. લુના-૨૫ મિશન દ્વારા રશિયા ૪૭ વર્ષ બાદ ફરી એકવાર ચંદ્ર પર જઈ રહ્યું છે. રશિયન સ્પેસ એજન્સીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “ઓપરેશન દરમિયાન ઓટોમેટિક સ્ટેશન પર અસામાન્ય સ્થિતિ સર્જાઈ હતી. આના કારણે નિર્ધારિત માપદંડો અનુસાર મૈન્યુવન થઈ શક્યા નથી. એવું કહેવામાં આવ્યું હતું કે નિષ્ણાતો હાલમાં પરિસ્થિતિનું વિશ્લેષણ કરી રહ્યા છે. આ સિવાય સ્પેસ એજન્સી દ્વારા અન્ય કોઈ માહિતી આપવામાં આવી નથી. લુના-૨૫ મિશન ૧૧ ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. જાે બધું બરાબર રહ્યું તો ૨૨ ઓગસ્ટે સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર ઉતરશે. રોસકોસ્મોસે અગાઉ જણાવ્યું હતું કે તેમને લુના-૨૫ અવકાશયાનમાંથી પ્રથમ પરિણામો મળ્યા છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે

. સ્પેસક્રાફ્ટે ચંદ્રના ઝિમન ક્રેટરનો ફોટો પણ લીધો હતો, જે સ્પેસ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. રોસકોસ્મોસે જણાવ્યું કે ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં આ ત્રીજાે સૌથી ઊંડો ખાડો છે. તેનો વ્યાસ ૧૯૦ કિલોમીટર છે, જ્યારે તેની ઊંડાઈ આઠ કિલોમીટર છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે અત્યાર સુધી મળેલા ડેટા પરથી ચંદ્રની જમીનમાં રહેલા રાસાયણિક તત્વો વિશે જાણકારી મળી છે. લુના-૨૫ મિશન બુધવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું. ૧૯૭૬ પછી પહેલીવાર રશિયાના કોઈ અવકાશયાને આવું કર્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/