fbpx
રાષ્ટ્રીય

ભગવાન રામના ‘અપમાન’ પર બરેલીમાં શરુ થઇ હતી બબાલફેસબુક પર વીડિયો જાેઈ હિન્દુઓ ભડક્યા, આરોપીની ધરપકડ

ઉત્તર પ્રદેશના બરેલીમાં કટ્ટરપંથીઓ સતત વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફેસબુક પર ભગવાન રામ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર રિહાન અંસારીની પોલીસે ધરપકડ કરી છે. રિહાન અંસારીએ ફેસબુક પર ભગવાન રામને લઈને એક વિવાદિત વીડિયો શેર કર્યો હતો. હિન્દુ જાગરણ મંચની ફરિયાદ પર આ પોસ્ટ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. હિન્દુ મંચના લોકોએ સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ ધાર્મિક ટિપ્પણી કરવા બદલ વિરોધ કર્યો હતો. મળતી માહિતી મુજબ, હિન્દુ જાગરણ મંચના મહાનગર અધ્યક્ષ દુર્ગેશ ગુપ્તાએ આ અંગે પહેલ કરી હતી. શહેરના ઘણા લોકોએ તેમને કોલ પર આ વિવાદાસ્પદ વીડિયો વિશે માહિતી આપી છે.

તેને માહિતી મળી હતી કે ઇજ્જત નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મુદિયા અહેમદ નગર ગામના રહેવાસી રેહાન અંસારીએ ફેસબુક પર એક વિવાદાસ્પદ વીડિયો પોસ્ટ કર્યો છે. ફેસબુક પર રિહાનની પોસ્ટને જાેઈને લોકો તેની આકરી ટિકા કરી રહ્યા છે. બરેલીમાં કટ્ટરપંથીઓ એક યા બીજા વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા છે અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી વાતાવરણ બગાડવાની કોશિશ કરી રહ્યા છે, આવી સ્થિતિમાં પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં પીછેહઠ કરી રહી નથી. આના પર દુર્ગેશ ગુપ્તા સાથે ઘણા કાર્યકરો ઇજ્જતનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપી વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અને સમાજમાં નફરત ફેલાવવાનો આરોપ લગાવીને આવેદનપત્ર આપ્યું. યુવક વિરુદ્ધ હ્લૈંઇ દાખલ કરવામાં આવી હતી.

ઘણી મહેનત બાદ પોલીસે ફરાર આરોપી રેહાનની ધરપકડ કરી હતી. અગાઉ પણ પોલીસે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ વખતે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી ઝડપાઈ ગયો હતો. આ જ મામલામાં પોલીસ સ્ટેશન ઈજ્જત નગરના સ્ટેશન ઈન્ચાર્જ અરુણ કુમારે કહ્યું છે કે આરોપી રેહાન વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે કહ્યું છે કે તેઓ ધાર્મિક વાતાવરણને બગાડનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે. રેહાને ફેસબુક પર એક વિવાદાસ્પદ વીડિયો પણ શેર કર્યો હતો, ફરિયાદ મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપી જેલમાં છે અને તેની સામે સંબંધિત બાબતોમાં કેસ નોંધવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/