fbpx
રાષ્ટ્રીય

ઈમરાન ખાનને મોટી રાહત, તોષાખાના કેસમાં સજા પર સ્ટે રખાયો

તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે મંગળવારે પોતાનો ચુકાદો આપતા ઈમરાનને આપવામાં આવેલી સજા પર રોક લગાવી દીધી છે. આ સાથે હાઈકોર્ટે પૂર્વ વડાપ્રધાનને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ઈમરાન ખાનને અગાઉ ૫ ઓગસ્ટે ઈસ્લામાબાદ કોર્ટે ૩ વર્ષની જેલની સજા સંભળાવી હતી, ત્યારબાદ તે જેલમાં હતો. તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ઈમરાન ખાને ઈસ્લામાબાદ હાઈકોર્ટ સમક્ષ સજા વિરુદ્ધ અપીલ કરી હતી.

કોર્ટે સોમવારે પોતાનો ર્નિણય અનામત રાખ્યો હતો, જ્યારે હવે મંગળવારે પોતાનો ર્નિણય સંભળાવ્યો છે. કોર્ટની બે જજની બેન્ચે નીચલી કોર્ટના ર્નિણયને પલટી નાખ્યો અને પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાનને જેલમાંથી તાત્કાલિક મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો. ઈસ્લામાબાદ હાઈકોર્ટે હમણાં જ મુક્તિનો આદેશ આપ્યો છે, ટૂંક સમયમાં એક વિગતવાર આદેશ જાહેર કરવામાં આવશે જેમાં એ જાણવામાં આવશે કે ઈમરાન ખાન જાહેર રેલી કરી શકે છે કે કેમ અને તે આગળ જઈને ચૂંટણી લડી શકે છે કે નહીં. શું આરોપ હતા ઈમરાન ખાન પર… જે જણાવીએ, વાસ્તવમાં, ઈમરાન ખાન પર આરોપ હતો કે તેઓ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમને મળેલી ભેટો વિશે તોશાખાના વિભાગને માહિતી આપી ન હતી.

આટલું જ નહીં, તેણે ઘણી ભેટો માટે બોલી લગાવી અને પૈસા પોતાની પાસે રાખ્યા. પાકિસ્તાનમાં એક નિયમ છે કે વડાપ્રધાન પદ પર રહીને જાે તમને કોઈ ભેટ મળે તો તેને તોશાખાના વિભાગમાં જમા કરાવવી પડે છે કારણ કે તે સરકારની મિલકત છે. વર્ષ ૨૦૨૨માં જ્યારે પાકિસ્તાનમાં સરકાર બદલાઈ ત્યારે ઈમરાન વિરુદ્ધ આ મામલો સામે આવ્યો અને કેસ શરૂ થયો. ઈમરાન ખાન અને તેમની પાર્ટી સતત આરોપ લગાવી રહી છે કે પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકાર તેમને જાણી જાેઈને ખોટા કેસોમાં ફસાવી રહી છે. જણાવી દઈએ કે અત્યારે પાકિસ્તાનમાં કેરટેકર સરકાર ચાલી રહી છે, કારણ કે શાહબાઝ શરીફે સંસદ ભંગ કરી દીધી હતી. આવી સ્થિતિમાં, આગામી થોડા દિવસોમાં પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/