fbpx
રાષ્ટ્રીય

૮૩૦ સંસ્થાઓ, ૨૧ રાજ્યો, ૧૪૪ કરોડ રૂપિયા.. સ્કોલરશિપ સ્કીમ ફ્રોડ, CBI એ કેસ દાખલ કર્યોકેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયની એક યોજનામાં કથિત કૌભાંડના સંબંધમાં હ્લૈંઇ નોંધી

દેશની સૌથી મોટી તપાસ એજન્સી, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (ઝ્રમ્ૈં) એ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયની એક યોજનામાં કથિત કૌભાંડના સંબંધમાં હ્લૈંઇ નોંધી છે અને હવે આ મામલાની તપાસ કરી રહી છે. મંત્રાલયની લઘુમતી શિષ્યવૃત્તિ યોજના હેઠળ લગભગ ૮૩૦ નકલી સંસ્થાઓને ૧૪૪ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, આ યોજના ૨૦૧૭ થી ૨૦૨૨ સુધી સક્રિય હતી અને તે દરમિયાન આ કૌભાંડ થયું હતું. ઝ્રમ્ૈંએ બેંક, સંસ્થા અને અન્ય પક્ષકારોના અજાણ્યા વ્યક્તિઓ સામે છેતરપિંડી, કાવતરું, બનાવટી સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. ઝ્રમ્ૈંએ લઘુમતી બાબતોના મંત્રાલયની ફરિયાદ પર જ આ કેસ નોંધ્યો છે. મંત્રાલયની આંતરિક તપાસમાં બહાર આવ્યું છે કે યોજના હેઠળ લગભગ ૨૧ રાજ્યોમાં કૌભાંડ થયું છે,

જ્યારે પ્રારંભિક તપાસમાં આ બાબતો સામે આવી ત્યારે ૧૦મી જુલાઈના રોજ સીબીઆઈને ફરિયાદ કરવામાં આવી હતી. આ પછી સીબીઆઈએ અજાણ્યા લોકો વિરુદ્ધ હ્લૈંઇ નોંધી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, આ મામલે લઘુમતી મંત્રાલયનું નિવેદન પણ આવ્યું છે. મંત્રાલયનું કહેવું છે કે શિષ્યવૃત્તિ યોજના હેઠળના ભંડોળમાં અનિયમિતતાના ઘણા અહેવાલો આવ્યા હતા, ત્યારબાદ મંત્રાલયે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ સાથે મળીને સમગ્ર યોજનાની થર્ડ પાર્ટી તપાસ કરાવી હતી. આ સાથે, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલની મદદથી મંત્રાલયે પણ આ યોજનાની સંપૂર્ણ તપાસ કરી અને તેમાં ગેરરીતિઓ મળી. દ્ગજીઁ હેઠળ કુલ ૧૫૭૨ સંસ્થાઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી, મંત્રાલયે શોધી કાઢ્યું હતું કે લગભગ ૮૩૦ સંસ્થાઓ બિન-ઓપરેશનલ અથવા બોગસ હતી. મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે કે આ તમામ સંસ્થાઓ ૨૧ રાજ્યોમાં ફેલાયેલી છે,

જેમાંથી સૌથી વધુ આસામ (૨૨૫), કર્ણાટક (૧૬૨), ઉત્તર પ્રદેશ (૧૫૪) અને રાજસ્થાન (૯૯) છે. આમાંની મોટાભાગની ગેરરીતિઓ શાળાઓ અને સંસ્થાઓના સ્તરે જાેવા મળી છે, જ્યાં આ યોજના સક્રિય નથી પરંતુ તેનો સંપૂર્ણ લાભ મળી રહ્યો છે. મોટાભાગના નકલી અરજદારો બંગાળ જેવા રાજ્યોના છે, જેમણે શિષ્યવૃત્તિ માટે અરજી કરી છે. મંત્રાલયના મૂલ્યાંકન મુજબ, ૨૦૧૭-૧૮ થી ૨૦૨૧-૨૨ સુધીમાં, મંત્રાલયને લગભગ ૧૪૪.૩૩ કરોડનું નુકસાન થયું છે.

કેન્દ્રીય લઘુમતી મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી શિષ્યવૃત્તિ યોજના હેઠળ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી બાળકોને લાભ આપવામાં આવી રહ્યો છે. તેનો લાભ દેશભરની લગભગ ૧.૮૦ લાખ સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યો હતો, મંત્રાલયનો દાવો છે કે ૨૦૧૭-૨૨ના કાર્યકાળ દરમિયાન વાર્ષિક ૬૫ લાખ વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળ્યો છે. પોતાના નિવેદનમાં મંત્રાલયે તમામ શાળાઓ, સંસ્થાઓ, બેંકો અને અધિકારીઓનો આભાર માન્યો છે, જેમની મદદથી આ કૌભાંડ બહાર આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/