fbpx
રાષ્ટ્રીય

વન નેશન- વન ઈલેક્શન પર ચર્ચા માટે વિશેષ સત્ર, નવા મુદ્દાઓ પર થવી જાેઈએ વાત : પ્રહલાદ જાેશી

કેન્દ્ર સરકારે આજે એક દેશ, એક ચૂંટણીને લઈને એક સમિતિની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. આ પહેલા ગઈકાલે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશીએ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. ત્યારથી સંસદમાં ચર્ચાને લઈને વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી, જેના પર આજે બ્રેક લાગી છે. પ્રહલાદ જાેશીએ મીડિયા સાથે વાત કરતા સ્પષ્ટ કર્યું છે કે સંસદનું વિશેષ સત્ર એક દેશ, એક ચૂંટણી પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યું છે. એક દેશ, એક ચૂંટણી વિશે વાત કરતા પ્રહલાદ જાેશીએ કહ્યું, “આજે કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક દેશ, એક ચૂંટણી પર એક સમિતિની રચના કરી છે. નવા મુદ્દા આવતા રહે છે, વાત થવી જાેઈએ.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એવું નથી કે ગઈકાલથી આવું થઈ રહ્યું છે. વિરોધ પક્ષોએ ગભરાવાની શું જરૂર છે?.. જે જણાવીએ, મોદી સરકારે વન નેશન-વન ઈલેક્શન માટે એક કમિટીની રચના કરી છે જે તેના પર પોતાનો રિપોર્ટ આપશે. હજુ સુધી કોઈ સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી નથી. આજે સાંજ સુધીમાં તે રિલીઝ થાય તેવી શક્યતાઓ છે. જાે કે, કમિટી ક્યા સમય સુધીમાં તેનો રિપોર્ટ આપશે તેની જાહેરાત કરવામાં આવી નથી. કેન્દ્ર સરકારે ૧૮ થી ૨૨ સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી છે. આ સત્રમાં કુલ પાંચ બેઠકો થશે. સરકારનો આ ર્નિણય માસ્ટરસ્ટ્રોક હોવાનું રાજકીય સલાહકારો માને છે. જાે આ કાયદો દેશમાં લાગુ થશે તો રાજ્ય અને કેન્દ્રની ચૂંટણી એક સાથે થશે. કેન્દ્રના આ ર્નિણય પર વિપક્ષ આકરા પ્રહારો કરી રહ્યા છે.

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આના બદલે પીએમ મોદીએ દેશના અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. થોડા સમય પહેલા લો કમિશને વન નેશન-વન ઈલેક્શનના મુદ્દે સામાન્ય લોકોનો અભિપ્રાય માંગ્યો હતો. વાસ્તવમાં, આ ચર્ચા એટલા માટે વધુ તીવ્ર થઈ કારણ કે ગઈકાલે કેન્દ્રીય સંસદીય પ્રધાન પ્રહલાદ જાેશીએ ટિ્‌વટર પર માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારે ૧૮ થી ૨૨ સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો ર્નિણય કર્યો છે. આ દરમિયાન ૫ બેઠકો થશે અને અમૃતકાળ તરફ આગળ વધી રહેલા દેશના વિકાસના મુદ્દા પર સાર્થક ચર્ચાઓ થશે. જાે કે કેન્દ્ર સરકાર દ્વારાવન નેશન- વન ઈલેક્શનને લઈને જે વાતાવરણ સર્જાઈ રહ્યું છે તેના પર વિપક્ષ રોષે ભરાયા છે. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે દેશને અત્યારે આની જરૂર નથી, આ મામલે મોદી સરકારના ઈરાદા યોગ્ય નથી. સરકારે પહેલા મોંઘવારીનો ઉકેલ શોધવા અને બેરોજગારી દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/