fbpx
રાષ્ટ્રીય

ઓડિશાના ૬ જિલ્લામાં વરસાદ, વીજળી પડવાથી ૧૦ના મોતહિમાચલમાં ભૂસ્ખલનને કારણે અનેક મકાનો ધરાશાયી થયા

દેશના વિવિધ રાજ્યોમાં પૂર અને વરસાદને કારણે તબાહી જેવી સ્થિતિ છે. ખરાબ હવામાનની સૌથી ખરાબ અસર હિમાચલમાં જાેવા મળી હતી જ્યાં ભૂસ્ખલનને કારણે ઘણા લોકોના મોત થયા હતા અને ઘણા મકાનો પડી ગયા હતા. ઓડિશામાં પણ ખરાબ હવામાનને કારણે શનિવારે સ્થિતિ વધુ વણસી હતી. વીજળી પડવાથી અહીં ૧૦ લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે. રાજ્યના વિશેષ રાહત કમિશનર (એસઆરસી) એ જણાવ્યું હતું કે વીજળી પડવાથી અંગુલ જિલ્લામાં એક, બોલાંગીરમાં બે, બૌધમાં એક, જગતસિંહપુરમાં એક, ઢેંકનાલમાં એક અને ખોરધામાં ચાર વ્યક્તિનું મૃત્યુ થયું છે.

જીઇઝ્રએ જણાવ્યું કે ઘાયલો ખોરધા જિલ્લાના રહેવાસી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ થોડા દિવસો સુધી રાજ્યમાં ખરાબ હવામાન રહેવાની શક્યતા છે. ટિ્‌વટર પર માહિતી શેર કરતા, વિશેષ રાહત કમિશનરે લખ્યું, “૨ સપ્ટેમ્બરે વીજળી પડવાને કારણે ૬ જિલ્લામાં ૧૦ લોકોના મોત થયા છે અને ૩ ઘાયલ થયા છે”. આ પહેલા પણ ઓડિશામાં વીજળી પડવાથી કેટલાક લોકોના મોત થયા હતા. મે મહિનામાં, નયાગઢ જિલ્લામાં સરનાકુલા પોલીસ સીમા હેઠળ જુદા જુદા સ્થળોએ વીજળી પડતાં એક મહિલા સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ઓડિશાના ઘણા જિલ્લાઓ હાલમાં ભારે વરસાદ અને વીજળીના સંકટનો સામનો કરી રહ્યા છે. સ્પેશિયલ કમિશનરના કાર્યાલયના જણાવ્યા અનુસાર, ઓડિશાના ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજળીની સાથે ભારે વરસાદ જાેવા મળી રહ્યો છે. રાહત કાર્ય માટે ઘણી ટીમો લાગેલી છે. લોકોને બચાવવા માટે તેમને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓડિશાના ભુવનેશ્વર અને કટકમાં ૧૨૬ મીમી અને ૯૫ મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય કોલકાતામાં પણ વરસાદને કારણે હાલત ખરાબ છે. અહીં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે. ઓડિશાના છ જિલ્લામાં ખરાબ હવામાન અને વીજળી પડવાથી ૧૦ લોકોના મોત થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં કોઈ રાહત નહીં મળે તેવી શક્યતા છે. વીજળી પડવાથી ત્રણ લોકો ઘાયલ પણ થયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/