fbpx
રાષ્ટ્રીય

અમેરિકાની ફર્સ્ટ લેડી ભારત આવતા પહેલા કોરોનાથી સંક્રમિત, બાઈડને પણ ટેસ્ટ કરાવ્યો

અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડન જી-૨૦ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવવાના છે. પરંતુ તેમની મુલાકાત પહેલા જ તેમની પત્ની અને અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડન કોરોના પોઝિટિવ આવી છે. આ માહિતી મંગળવારે વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવી હતી, હાલમાં તેમનામાં કોરોનાના માત્ર હળવા લક્ષણો છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ફર્સ્ટ લેડીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ રાષ્ટ્રપતિ બાઈડનનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે, તેઓ નેગેટિવ આવ્યા છે. આ અઠવાડિયે રાષ્ટ્રપતિનો સતત કોરોના ટેસ્ટ કરવામાં આવશે. શું આનાથી ભારત પ્રવાસ પર કોઈ અસર પડશે? વ્હાઈટ હાઉસ દ્વારા હજુ સુધી આવી કોઈ અપડેટ આપવામાં આવી નથી. ય્-૨૦ સમિટની મુખ્ય સમિટ ભારતમાં ૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાવાની છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડન તેમની પત્ની અને ટીમ સાથે ૮ સપ્ટેમ્બરે અહીં પહોંચવાના હતા. અમેરિકી રાષ્ટ્રપતિ માટે નવી દિલ્હી એરપોર્ટથી લઈને હોટલ સુધી ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તે દરમિયાન, જીલ બાઈડન કોરોના પોઝિટિવ હોવાથી આ પ્રવાસને પણ જાેખમમાં મુકી શકે છે. નવી દિલ્હીના ભારત મંડપમ (પ્રગતિ મેદાન) ખાતે યોજાનારી આ સમિટ પહેલા રાજધાની દિલ્હીને સજાવવામાં આવી છે અને દરેક જગ્યાએ જાેરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેટલાક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ પહેલેથી જ જાણ કરી દીધી છે કે તેઓ આ કોન્ફરન્સમાં ભાગ લઈ શકશે નહીં અને તેમના સ્થાને પ્રતિનિધિઓ આવશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમિટમાં ભાગ લેશે નહીં. જાેકે, આ બેઠકમાં બે ડઝનથી વધુ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. આ સમિટ સાથે જ ભારતના ય્-૨૦ પ્રમુખપદનો કાર્યકાળ પણ સમાપ્ત થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/