fbpx
રાષ્ટ્રીય

મિડ-કરિયર પ્રોફેશનલ્સ માટે ગુજરાતમાં ઉજ્જવળ તકગુજરાતના ૩ શહેરોમાં રોજગારીની તકમાં નોંધપાત્ર વધારો

ભારતમાં રોજગાર(ઈદ્બॅર્ઙ્મઅદ્બીહં)નો ટ્રેન્ડ મોટાભાગના શહેરો પૂરતો મર્યાદિત છે. એક સમય હતો જ્યારે દરેક વ્યક્તિ પોતાની રોજીરોટી કમાવવા માટે દિલ્હી(ડ્ઢીઙ્મરૈ)અને મુંબઈ(સ્ેદ્બહ્વટ્ઠૈ) જેવા મોટા શહેરોમાં જવા માંગતી હતી. ૯૦ ના દાયકા પછી દેશમાં ૈં્‌ની તેજી જાેવા મળી અને બેંગલુરુ અને પુણેમાં નવા જાેબ સેન્ટર બનાવવામાં આવ્યા પરંતુ હવે સમય ફરી એક વાર બદલાઈ રહ્યો હોય તેવું લાગે છે. ખાસ કરીને તે નોકરી શોધનારાઓ માટે જેમને ૮ થી ૧૨ વર્ષનો અનુભવ છે. હવે આવા નોકરી શોધનારાઓને મોટા શહેરો કરતાં નાના શહેરોમાં સારી તકો મળી રહી છે. દ્ગટ્ઠેાિૈ.ર્ષ્ઠદ્બ એ આ અંગે રસપ્રદ આંકડા રજૂ કર્યા છે. આમાં, અમે ફક્ત તે નાના શહેરો વિશે જ જાણ્યું નથી જ્યાં નોકરીની તકો વધી છે પરંતુ તે ક્ષેત્રો વિશે પણ માહિતી મેળવી છે જ્યાં મિડ-કરિયર જાેબ સીકર્સ વધુ સારી નોકરીઓ મેળવી રહ્યા છે.

મિડ-કરિયર પ્રોફેશનલ્સ માટે, ઓગસ્ટ ૨૦૨૨ની સરખામણીમાં ઓગસ્ટ ૨૦૨૩માં નોકરીની તકો કેટલાક શહેરોમાં જબરદસ્ત રીતે વધી છે. મૈસૂર આમાં ટોચ પર છે, જ્યાં હાયરિંગ ગ્રોથ ૫૧ ટકા રહ્યો છે. રાજકોટ ૪૯ ટકા વૃદ્ધિ સાથે બીજા સ્થાને અને કાનપુર ૩૯ ટકા વૃદ્ધિ સાથે ત્રીજા સ્થાને છે. આ યાદીમાં સુરત, લુધિયાણા, ગાંધીનગર, વિજયવાડા, જમશેદપુર, પુડુચેરી અને જયપુરના નામ છે. તેનાથી વિપરીત, મોટા શહેરોમાં આ વ્યાવસાયિકો માટે નોકરીની તકો ઘટી છે. પુણેમાં આમાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે. બેંગલુરુમાં ૮ ટકા અને દિલ્હીમાં ૭ ટકા તકો ઘટી છે. આ યાદીમાં ત્રિવેન્દ્રમ, કોચી, ચેન્નાઈ અને હૈદરાબાદ જેવા શહેરો પણ સામેલ છે. મિડ-લેવલ પ્રોફેશનલ્સ માટે મોટી તકો પૂરી પાડતા સેક્ટર પર નજર કરીએ તો હોટેલ્સ, રેસ્ટોરન્ટ્‌સ, એરલાઈન્સ અને ટ્રાવેલ સેક્ટરમાં ૨૩ ટકાની વૃદ્ધિ થઈ છે. આ પછી કન્સ્ટ્રક્શન સેગમેન્ટમાં ૨૧ ટકા, આર્કિટેક્ચરમાં ૧૯ ટકા અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ૧૮ ટકા વૃદ્ધિ જાેવા મળી છે. સૂત્રો અનુસાર વધુ રોજગારી પ્રદાન કરનાર ક્ષેત્રોમાં ગુજરાત પણ પાછળ નથી.સર્વેના આંકડા અનુસાર મિડ-કરિયર પ્રોફેશનલ્સ માટે રોજગારીની ઉજ્જવળ તક આપનાર શહેરોની યાદીમાં ગુજરાતના રાજકોટ, સુરત અને ગાંધીનગર જેવા શહેરોનો પણ સમાવેશ થયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/