fbpx
રાષ્ટ્રીય

જાે બાઇડન અને પ્રધાનમંત્રી વચ્ચે ૪૫ મિનિટની બેઠક થઇપ્રધાનમંત્રી મોદીએ ટિ્‌વટ કરી કહ્યું,”દુનિયા માટે અમારી દોસ્તી જરૂરી છે..”

નવી દિલ્હીમાં ય્૨૦ સંમેલનની શરૂઆતના એક દિવસ પહેલા શુક્રવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રેસિડેન્ટ જાે બાઇડન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. વડા પ્રધાન મોદીએ વડા પ્રધાનના નિવાસસ્થાને રાષ્ટ્રપતિ જાે બાઇડન અને તેમની સાથે આવેલા પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બંને દેશોના વડાઓ વચ્ચે કુલ પિસ્તાળીસ મિનિટ સુધી દ્વિપક્ષીય વાટાઘાટો થઈ. વડાપ્રધાન મોદી અને જાે બાઇડન વચ્ચેની દ્વિપક્ષીય મંત્રણામાં બંને દેશોના સાત પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મીટિંગ બાદ જાે બાઇડન મૌર્ય હોટલ જવા રવાના થયા હતા.

સાંજે સાત વાગ્યે દિલ્હી ઉતર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડન સીધા વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા અને દ્વિપક્ષીય બેઠક કરી. બેઠક અને વાતચીત બાદ વડાપ્રધાન મોદીએ ટ્‌વીટ કર્યું કે અમારી બેઠક ફળદાયી રહી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી અને જાે બાઇડન વચ્ચેની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ હતી. અમારી મિત્રતા વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ આગળ લઈ જઈશું. જાે બાઇડન સાથેની મુલાકાત દરમિયાન પીએમઓએ ટ્‌વીટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડન ૭, લોક કલ્યાણ માર્ગ પર દ્વિપક્ષીય ચર્ચા કરી રહ્યા છે. આ ચર્ચા બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. વડાપ્રધાન મોદીએ બંને નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમારે આ સમયગાળા દરમિયાન ભારતની પ્રગતિ અને વિકાસની પ્રશંસા કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/