fbpx
રાષ્ટ્રીય

મોરક્કોમાં ૬.૮ની તીવ્રતાના ભૂકંપથી ૬૨૮થી વધુના મોતપ્રધાનમંત્રી મોદીએ મોરક્કોના ભૂકંપ પર દુખ વ્યક્ત કર્યુ

ઉત્તરઆફ્રિકાના મોરોક્કો શહેરમાં (સ્ર્િર્ષ્ઠર્ષ્ઠ ઝ્રૈંઅ) શુક્રવારે આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેની તીવ્રતા ૬.૮ માપવામાં આવી છે. ભૂકંપની આ તીવ્રતા ઘણી ખતરનાક માનવામાં આવે છે. જાેરદાર ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં લગભગ ૬૨૮લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્‌સ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર એટલાસ પર્વતમાળામાં ઓઆકામેડેની નજીક હતું, જે મારાકેશ શહેરથી લગભગ ૭૫ કિમી દૂર હતુ.ભૂકંપના તીવ્ર આંચકાને કારણે સ્થાનીકોમાં અફરાતફરીનો માહોલ છે. ભૂકંપ બાદ રાહત અને બચાવનું કાર્ય શરુ કરી દેવામાં આવ્યુ હતુ.


ભારતીય સમય અનુસાર, શુક્રવારે રાત્રે ૧૧ વાગ્યે મોરક્કોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંચકા એટલા તીવ્ર હતા કે શહેરની ઘણી ઈમારતોમાં તીરાડ પડી ગઈ હતી. ઘણી ઈમારતો તો જમીનદોસ્ત થઈ હતી. સોશિયલ મીડિયા પર ભૂકંપ બાદના અનેક વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં ઈમારતોના કાટમાળ જાેવા મળી રહ્યો છે. આ ભૂકંપમાં હમણા સુધી ૬૨૮ લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની શક્યતા છે. ભૂકંપના આવા તીવ્ર આંચકા શહેરમાં અસામાન્ય માનવામાં આવે છે. છેલ્લા ૧૨૦ વર્ષમાં આ વિસ્તારમાં આટલી તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો નથી. આ પહેલા શહેરમાં જેટલા પણ ભૂકંપ આવ્યા છે તે શહેરના પૂર્વ વિસ્તારોમાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/