fbpx
રાષ્ટ્રીય

G૨૦ પહેલા મનમોહન સિંહે મોદી સરકારના વખાણ કર્યા

ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધના પગલે નવી વિશ્વ વ્યવસ્થાને ચલાવવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ભારતે શાંતિની અપીલ કરતી વખતે પોતાના સાર્વભૌમ અને આર્થિક હિતોને પ્રથમ સ્થાને રાખીને યોગ્ય કામ કર્યું છે. જી-૨૦ સમિટ પહેલા ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં પૂર્વ વડાપ્રધાને રશિયા-યુક્રેન યુદ્ધ, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ભૂમિકા અને ચીન સાથેના સરહદ વિવાદ પર વાત કરી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ અંગે મનમોહન સિંહે કહ્યું કે જ્યારે બે કે તેથી વધુ દેશો વચ્ચે તણાવ હોય છે ત્યારે અન્ય દેશોને એક બાજુ પસંદ કરવાની ફરજ પડે છે. તેમણે કહ્યું, ‘મને લાગે છે કે શાંતિ માટે અપીલ કરીને, ભારતે તેના સાર્વભૌમ અને આર્થિક હિતોને પ્રથમ સ્થાન આપીને વધુ સારી રીતે યોગ્ય કાર્ય કર્યું છે.

‘ મનમોહન સિંહે કહ્યું કે રશિયા-યુક્રેન સંઘર્ષ અને ચીન અને પશ્ચિમી દેશો વચ્ચેના તણાવને કારણે વિશ્વ વ્યવસ્થામાં ઘણું પરિવર્તન આવ્યું છે. આ નવી સિસ્ટમના સંચાલનમાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી છે અને આજે વૈશ્વિક સ્તરે ભારતની વિશ્વસનીયતા વધી છે. ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું, “મને ભારતના ભવિષ્ય વિશે ચિંતા કરતાં વધુ આશાઓ છે, પરંતુ મારો આશાવાદ ભારતીય સમાજમાં વાતાવરણ કેટલું સુમેળભર્યું છે તેના પર ર્નિભર છે કારણ કે તે સાચા વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ પાયો છે.” તેમણે કહ્યું કે વિશ્વમાં ભારત ક્યાં ઊભું છે, તે દેશના રાજકારણમાં પણ એક મુદ્દો બનવો જાેઈએ, પરંતુ વ્યક્તિગત રાજકારણ કે પક્ષ માટે કૂટનીતિ અને વિદેશ નીતિનો ઉપયોગ કરવામાં સંયમ રાખવો જરૂરી છે.

મનમોહન સિંહે ભારત-ચીન મુદ્દા પર પણ વાત કરી હતી અને કહ્યું હતું કે અફસોસની વાત છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જી-૨૦ સંમેલનમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, ચીન સાથેના સંબંધો સુધારવા માટે વડાપ્રધાન મોદીએ શું કરવું જાેઈએ તેના પર બોલવું મારા માટે યોગ્ય નથી. મને ખાતરી છે કે વડા પ્રધાન મોદી આ માટે ચોક્કસપણે જરૂરી પગલાં લેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/