fbpx
રાષ્ટ્રીય

શિકાગોમાં યુવતીઓએ ટેક્સી ડ્રાઇવર પર હુમલો કર્યો અને માર માર્યો, વાહનનું પણ નુકશાન કર્યું

શિકાગો પોલીસ અને એક અહેવાલ અનુસાર, આ ગુનો શહેરના ચાઇનાટાઉન પડોશમાં ૨૨માં પ્લેસ અને પ્રિન્સટન એવન્યુ પર બન્યો હતો. ડેનક્સિન શી નામના વ્યક્તિ પર તેના ઘરની નજીક ત્રણ યુવતીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી એક યુવતી પાસે પાઇપ હતી. ઘટનાના વીડિયો ફૂટેજ મુજબ, યુવતીઓના ટોળાંમાંથી આ વ્યક્તિ ભાગવાનો પ્રયાસ કરતો જાેવા મળે છે. પરંતુ બે યુવતીઓ તેને જમીન પર નીચે પાળી દે છે અને ત્રીજી શંકાસ્પદ યુવતી પાઈપ લઈને ઊભી હોય તેવું સામે આવ્યું છે.

ભોગ બનનાર વ્યક્તિએ કહ્યું “મેં મારી કાર પાર્ક કરી અને હું બહાર નીકળી ગયો, અને હું એપાર્ટમેન્ટ તરફ ચાલવા લાગ્યો, એટલામાં ત્રણ યુવતીઑ આવી અને મારા પર ત્રાટકી પડી, મને પકડી અને મને માર માર્યો જે બાદ મારી કારની ચાવી લઈ લીધી,” કોમ્યુનિટી એક્ટિવિસ્ટ એન્ડ્રૂઝ હોમ્સે લોકોને ગુનેગારો વિશે કોઈપણ માહિતી સાથે આગળ આવવા વિનંતી કરી. હોમ્સે કહ્યું આ વીડિયો યુવતીઓના માતા અને પિતા ટીવી પર જાેશે તો તેઓ વિશ્વાસ નહીં કરો કે આ તેમની પુત્રી છે, જાેકે આ ઘટના બાદ લોકોમાં રોષ વ્યાપ્યો હતો.

હોમ્સે વીડિયોમાં દેખાતી યુવતીઓની માહિતી કોઈ પાસે હોય તો તેમને આગળ આવવા વિનંતી કરી હતી. તેણે કહ્યું, “આ યુવતીઓના માતા અને પિતા, જાે તમે ટીવી પર આ જુઓ છો, તો તમે જાણો છો કે આ તમારી પુત્રી છે, તમારો પરિવાર છે, તમે જાણો છો કે આ તેણી છે, તો તમારે આ બાબતે પોલીસને જાણ કરવી જરૂરી છે. હોમ્સે જણાવ્યું હતું કે ગુનેગારોની ધરપકડ કરવામાં મદદ કરે તેને માટે ઇં૧,૦૦૦ ઈનામની ઓફર કરું છું. જાેકે તેણે જણાવ્યુ હતું કે (૧-૮૦૦-૮૮૩-૫૫૮૭) પર કૉલ કરીને ટિપ્સ છૂપી રીતે પણ સબમિટ કરી શકાય છે. હાલ આ બાબતે તપાસ ચાલુ છે. કોઈપણ માહિતી સ્થાનિકોને મળે તો તાત્કાલિક શિકાગો પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/