fbpx
રાષ્ટ્રીય

કિમ જાેંગ સાથેની બેઠક પહેલા કાર્યર્ક્મમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નરેન્દ્ર મોદીને યાદ કર્યા૮મા ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા

ઉત્તર કોરિયાના તાનાશાહ સાથેની ગુપ્ત બેઠક પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. મંગળવારે ૮મા ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે પીએમ મોદી ભારતમાં સારું કામ કરી રહ્યા છે અને મેક ઈન ઈન્ડિયા નીતિઓ વધારી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠક રશિયાના પોર્ટ સિટી વ્લાદિવોસ્તોકમાં યોજાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પુતિન અને કિમ જાેંગની ગુપ્ત બેઠક આજે વ્લાદિવોસ્તોકમાં જ થવાની છે. આખી દુનિયાની નજર બંનેની મુલાકાત પર રહેલી છે.

પુતિન અને કિમ જાેંગ વચ્ચેની મુલાકાતથી અમેરિકા સહિત સમગ્ર નાટો પરેશાન છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બંને નેતાઓની મુલાકાતને લઈને ઘણા મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે. લોકોનું માનવું છે કે પુતિન અને કિમ જાેંગ વચ્ચેની મુલાકાતની મોટી અસર થવાની છે. મહત્વનું છે કે, આ એક ગુપ્ત બેઠક હશે જે વિશ્વ વ્યવસ્થાને બદલી શકે છે. આ બેઠકમાં જે પણ થવાનું છે તે યુદ્ધની આગ ઘણી ભડકી શકે છે. કારણ કે કિમ જાેંગ ઉન સાથે મુલાકાત પહેલા પુતિને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે યુક્રેન પરમાણુ વિનાશ ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે દોઢ વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. જાણકારોનું કહેવું છે કે પુતિન અને કિમ જાેંગ વચ્ચે હથિયારોને લઈને મોટા કરાર પર હસ્તાક્ષર થવા જઈ રહ્યા છે. કિમ જાેંગ રશિયાને હથિયાર આપવા માટેની ફાઇલ પર હસ્તાક્ષર કરશે. તેના બદલામાં તેઓ પુતિન પાસેથી ન્યુક્લિયર ટેક્નોલોજી માંગી શકે છે. વાસ્તવમાં, આ તે સોદો છે જે મહાસત્તા અમેરિકાને બેવડો ફટકો આપશે. એક તરફ અમેરિકાના સૌથી મોટા દુશ્મન ઉત્તર કોરિયાને અદ્યતન પરમાણુ ટેક્નોલોજી મળશે તો બીજી તરફ રશિયાને યુદ્ધ માટેના શસ્ત્રો મળશે. આ રીતે યુક્રેન અને કોરિયા બંને મોરચે અમેરિકાને મોટો ફટકો પડશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/