fbpx
રાષ્ટ્રીય

જાે બાઇડનનો પુત્ર હન્ટર બાઇડનને ટેક્સ ચોરી અને હથિયારોના કેસમાં દોષિત જાહેર

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે રાષ્ટ્રપતિ જાે બાઇડનના પુત્ર હન્ટર બાઇડનને ફેડરલ ટેક્સ અને હથિયાર સંબંધિત કેસમાં દોષિત ઠેરવ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, હન્ટર બાઇડનને ટેક્સમાં છૂટ મેળવવા અને હથિયારો ખરીદવાના ત્રણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ પહેલીવાર બન્યું છે કે જ્યારે વર્તમાન રાષ્ટ્રપતિના બાળક પર ફોજદારી કાર્યવાહી કરવામાં આવી હોય. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, જાે બાઇડને ગેરકાયદેસર રીતે બંદૂક રાખવાની વાત સ્વીકારી છે. આવી સ્થિતિમાં અમેરિકન રાષ્ટ્રપતિના પુત્રની મુશ્કેલીઓ વધી શકે છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા ઇયાન સામ્સે કહ્યું કે રાષ્ટ્રપતિ બાઇડન તેમના પુત્રને ખૂબ પ્રેમ કરે છે અને હંમેશા તેમની પડખે ઊભા રહેશે. હન્ટર બાઇડન પર ટેક્સ ચોરીનો પણ આરોપ છે.

એવો આરોપ છે કે વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં હન્ટર બાઇડન ઇં૧.૫ મિલિયનથી વધુની આવક પર રિટર્ન ફાઈલ કર્યું ન હતું. એવું માનવામાં આવે છે કે હન્ટર બાઇડનને માત્ર બે વર્ષમાં ઇં૧૦૦,૦૦૦ કરતાં વધુ કરવેરા બાકી હતા. હકીકતમાં, ૨૦૧૮માં શસ્ત્રો ખરીદવા માટે જૂઠું બોલવાના આરોપમાં યુએસ રાષ્ટ્રપતિ જાે બાઇડનના પુત્ર હન્ટર બાઇડન વિરુદ્ધ ગુરુવારે ટ્રાયલ શરૂ થઈ હતી, જેની લાંબા સમયથી તપાસ ચાલી રહી છે. ડેલવેરની ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા દાવા મુજબ, હન્ટર પર ઓક્ટોબર ૨૦૧૮ માં હથિયાર ખરીદતી વખતે તેના ડ્રગની લત વિશે ખોટું બોલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તે જ સમયે, રાષ્ટ્રપતિ બાઇડનના પુત્રની પણ તેમના નાણાકીય વ્યવસાયિક વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/