fbpx
રાષ્ટ્રીય

બ્રાઝિલના એમેઝોનાસમાં પ્લેન દુર્ઘટના સર્જાઈ, ૧૪ લોકોના મોત

બ્રાઝિલના એમેઝોનાસમાં એક પ્લેન ક્રેશ થયું છે. વિમાનમાં સવાર તમામ ૧૪ લોકોના મોત થયા છે. રાજ્યની રાજધાની માનૌસથી લગભગ ૪૦૦ કિમી (૨૪૮ માઇલ) દૂર બાર્સેલોસ પ્રાંતમાં આ અકસ્માત થયો હતો. એમેઝોનાસસ રાજ્યના ગવર્નર વિલ્સન લિમાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે પ્લેનમાં બે ક્રૂ મેમ્બર અને ૧૨ મુસાફરો સવાર હતા. બધા મૃત્યુ પામ્યા છે. લીમાએ કહ્યું કે હું આ ઘટનાથી ખૂબ જ દુઃખી છું.

અમારી ટીમો જરૂરી સમર્થન આપવા માટે શરૂઆતથી જ કામ કરી રહી છે. પીડિતોના પરિવારો અને મિત્રો પ્રત્યે મારી સંવેદના છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર ક્રેશ થયેલું પ્લેન મનુઆસ એરોટેક્સી એરલાઇનનું હતું. કંપનીએ આ અકસ્માત અંગે નિવેદન જાહેર કર્યું છે. કંપનીએ કહ્યું કે એમેઝોનાસમાં એક પ્લેન અકસ્માતનો શિકાર થયું છે. મનુઆસ એરોટેક્સી એરલાઈને જણાવ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને અકસ્માત પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આ મામલે વધુ કંઈ કહી શકાય નહીં. તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જાેવી પડશે. તે જ સમયે, કેટલાક અહેવાલો કહે છે કે મૃત્યુ પામેલા લોકોમાં અમેરિકન નાગરિકો પણ છે, પરંતુ હજી સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. યુક્રેન(ેંાટ્ઠિૈહી)ની રાજધાની કિવ નજીક બે ન્-૩૯ કોમ્બેટ ટ્રેનર એરક્રાફ્ટ વચ્ચે હવામાં અથડાતા ત્રણ પાઇલોટના મોત થયા હતા. યુક્રેન(ેંાટ્ઠિૈહી)ની વાયુસેનાએ શનિવારે આ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આ ઘટના શુક્રવારે લડાઇ મિશન દરમિયાન બની હતી. યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું હતું કે ૨૫ ઓગસ્ટે કિવથી લગભગ ૧૪૦ કિલોમીટર પશ્ચિમમાં ઝાયટોમીર શહેરની નજીક વિમાન ક્રેશ થયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/