fbpx
રાષ્ટ્રીય

પ્રેમ પ્રકરણ દરમિયાન શારીરિક સંબંધોને લઈને અલાહાબાદ કોર્ટે મહત્વનો ર્નિણય સંભળાવ્યોઆવા સંબંધને કોઈ પણ દૃષ્ટિકોણથી બળાત્કાર ન કહી શકાય : અલાહાબાદ હાઈકોર્ટે

અલાહાબાદ હાઈકોર્ટે પ્રેમ પ્રકરણ દરમિયાન શારીરિક સંબંધોને લઈને મહત્વનો ર્નિણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આ બળાત્કાર નથી. એક યુવતીની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે આ ર્નિણય આપ્યો છે. જેમાં યુવતીએ આરોપ લગાવ્યો છે કે તે એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. આ દરમિયાન આરોપીએ તેની સાથે બળાત્કાર કર્યો અને બાદમાં તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી.

સંત કબીર નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આ કેસ સુનાવણી અને અપીલ દરમિયાન હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. બંને પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપતાં સ્વીકાર્યું છે કે બળાત્કાર સમયે પીડિત યુવતી પુખ્ત હતી અને તેણે પોતાની મરજીથી આરોપી યુવક સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આવી સ્થિતિમાં આવા સંબંધને કોઈ પણ દૃષ્ટિકોણથી બળાત્કાર ન કહી શકાય. આ સાથે હાઈકોર્ટે યુવતીની અરજી રદ કરી દીધી છે. આ કેસની સુનાવણી જસ્ટિસ અનીશ કુમાર ગુપ્તાની કોર્ટમાં થઈ હતી. કોર્ટે આરોપી ઝિયાઉલ્લાહની અરજી સ્વીકારતા આ ર્નિણય આપ્યો છે.

આ અરજી નીચલી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી. કેસ ડાયરી મુજબ પીડિત યુવતી સંત કબીર નગરની રહેવાસી છે. તેણે પોલીસને ફરિયાદ આપી હતી કે તે ૨૦૦૮માં તેની બહેનના લગ્નમાં ગોરખપુર ગઈ હતી. તે લગ્નમાં તે આરોપીને મળી હતી. ત્યારબાદ બંને પ્રેમમાં પડ્યા અને આરોપીએ લગ્નના બહાને તેની સાથે બળાત્કાર ગુજાર્યો. પીડિત યુવતીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે થોડા દિવસો પછી આરોપીના પરિવારે તેને ધંધા માટે સાઉદી મોકલ્યો હતો, પરંતુ જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેણે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/