fbpx
રાષ્ટ્રીય

લોકસભામાં મહિલા અનામત બિલના સમર્થનમાં સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી લોકસભામાં મહિલા અનામત બિલ પર વિપક્ષ અને પાર્ટી તરફથી ચર્ચાનું નેતૃત્વ કરશે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી લોકસભામાં મહિલા અનામત બિલ પર વિપક્ષ અને પાર્ટી તરફથી ચર્ચાનું નેતૃત્વ કરશે. એટલે કે તે લોકસભામાં બોલશે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે મહિલા આરક્ષણ બિલ(ઉર્દ્બીહ ઇીજીદિૃટ્ઠંર્ૈહ મ્ૈઙ્મઙ્મ) મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. બુધવારે ગૃહમાં બિલ પર ચર્ચા થશે. સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટી આ બિલના સમર્થનમાં છે, પરંતુ તેઓ તેને પોતાનું બિલ ગણાવી રહ્યા છે.

સોનિયા ગાંધીએ પણ મંગળવારે સંસદ પરિસરમાં કહ્યું કે આ તેમનું બિલ છે. બીજી તરફ, ઈન્ડિયા એલાયન્સ બિલની વિરુદ્ધ વોટ નહીં કરે. તે મહિલા વિરોધી દેખાવા માંગતો નથી, પરંતુ કેટલાક એવા મુદ્દા છે જેના પર સરકારને ઘેરવાની તૈયારી ચાલી રહી છે. લોકસભામાં આ મુદ્દાઓ પર ઘેરવાની કરવાની તૈયારી… જે વિષે જણાવીએ, રાજ્યસભામાં પસાર થયેલા યુપીએ બિલમાં મહિલા આરક્ષણ તરત જ લાગુ કરવામાં આવ્યું હોત, જ્યારે ભાજપ સરકારના બિલમાં પ્રથમ વસ્તી ગણતરી અને સીમાંકન પછી ૨૦૨૯માં લાગુ થઈ શકશે.

યુપીએ દ્વારા રાજ્યસભામાં પસાર કરાયેલા ખરડામાં રાજ્યસભા અને વિધાન પરિષદમાં મહિલાઓ માટે અનામતની જાેગવાઈ હતી, પરંતુ ભાજપ સરકારના નવા બિલમાં રાજ્યસભા અને વિધાન પરિષદમાં મહિલા અનામતને દૂર કરવામાં આવી હતી. કોટામાં કોટાની માંગ જાેરશોરથી ઉઠાવવામાં આવશે. જાે કે, યુપીએ સરકાર દરમિયાન, કોંગ્રેસ પોતે બિલમાં ઓબીસીને અનામત આપવાનો પ્રસ્તાવ લાવી ન હતી. કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે હંમેશા મહિલા અનામત બિલને સમર્થન આપ્યું છે. ૨૦૧૦માં કોંગ્રેસ-યુપીએ સરકારે મહિલા અનામત બિલ રાજ્યસભામાં પાસ કરાવ્યું હતું. જે રીતે જીઝ્ર-જી્‌ વર્ગને રાજકારણમાં બંધારણીય તક મળી છે, તેવી જ રીતે ર્ંમ્ઝ્ર વર્ગની મહિલાઓ સહિત દરેકને આ બિલ દ્વારા સમાન તક મળવી જાેઈએ. તેમણે કહ્યું કે મોદી સરકાર આજે જે બિલ લાવી છે તેને ધ્યાનથી જાેવાની જરૂર છે. બિલના વર્તમાન ડ્રાફ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે તેને સીમાંકન પછી જ લાગુ કરવામાં આવશે. મતલબ કે મોદી સરકારે કદાચ ૨૦૨૯ સુધી મહિલા અનામતના દરવાજા બંધ કરી દીધા છે. ભાજપે આ અંગે સ્પષ્ટતા કરવી જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/