fbpx
રાષ્ટ્રીય

આકાશા એરલાઈન પર સંકટ, કંપનીના ૪૩ પાઈલટએ એકસાથે અચાનક રાજીનામું આપી દીધું

ઉડ્ડયન ઉદ્યોગના દિવસો સારા નથી જઈ રહ્યા. હવે આકાશા એરલાઈન તરફથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એરલાઈન બંધ થવાનો ખતરો છે. નવાઈની વાત એ છે કે આ એરલાઈનને ૧૩ મહિના પહેલા જ ખૂબ જ ધામધૂમથી લોન્ચ કરવામાં આવી હતી. બજારના બિગ બુલ તરીકે ઓળખાતા સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કરેલી આ કંપનીના માત્ર ૧૩ મહિનામાં જ ખરાબ હાલ થઈ ગયા છે.

કંપનીના ૪૩ પાઈલટએ એકસાથે અચાનક રાજીનામું આપી દીધું છે. એક સાથે ૪૩ પાઈલટના રાજીનામાને કારણે કંપનીને દરરોજ ૨૪ ફ્લાઈટ્‌સ કેન્સલ કરવી પડી રહી છે. કંપનીએ પોતે સ્વીકાર્યું છે કે તે બંધ થવાના જાેખમમાં છે. કંપનીએ દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું કે આવા અચાનક રાજીનામાના કારણે કંપની બંધ થવાના આરે છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, અકાસાના પાઈલટ અહીંથી રાજીનામું આપીને એર ઈન્ડિયામાં જાેડાઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, આ પાઇલટ્‌સે નોટિસનો સમયગાળો પૂરો કર્યો ન હતો. અકાસા એર દરરોજ ૧૨૦ ફ્લાઈટ્‌સ ઓપરેટ કરે છે.

પરંતુ અચાનક આટલી મોટી સંખ્યામાં રાજીનામાના કારણે કંપનીને ઓગસ્ટ મહિનામાં લગભગ ૬૦૦ ફ્લાઈટ્‌સ કેન્સલ કરવી પડી હતી. હવે કંપની પાસે આ મહિને પણ ફ્લાઈટ્‌સ કેન્સલ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. કંપની વિમાનને ઉડાડવા માટે પાઇલટ્‌સની અછતનો સામનો કરી રહી છે. મામલો સુધરતો ન જાેઈને અકાસાએ કોર્ટનો સંપર્ક કર્યો. કંપનીએ કોર્ટને એવિએશન રેગ્યુલેટર ડીજીસીએને ફરજિયાત નોટિસ આપવાના નિયમોનું પાલન કરવા જણાવવા અપીલ કરી છે. ખરેખર, નિયમો હેઠળ, અધિકારી ગ્રેડ માટે ૬ મહિનાની નોટિસ બજાવવી જરૂરી છે. જ્યારે કેપ્ટન માટે નોટિસનો સમયગાળો એક વર્ષનો છે. તેથી, કંપનીએ કોર્ટ પાસે માગ કરી છે કે પાઈલટ નોટિસ પીરિયડ પૂરો કરે. જાે કે, ડીસીજીએ આ મામલે પોતાના હાથ ઉપર કર્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે તે આવું કરી શકે નહીં કારણ કે કંપનીએ આ માટે કોર્ટમાં અપીલ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/