fbpx
રાષ્ટ્રીય

કેનેડાની અર્થવ્યવસ્થા માટે સંકટ!..કેનેડા-ભારત તણાવને લઈને કેનેડામાં ભારતીય કંપનીઓની ચિંતા વધી, કેનેડામાં બિઝનેસ માટે યોજનાઓ બદલાઈ શકે?!..

કેનેડા અને ભારત વચ્ચે વધી રહેલા તણાવને કારણે ૩૦ ભારતીય કંપનીઓની ચિંતા વધી ગઈ છે. આ કંપનીઓએ કેનેડામાં રૂ. ૪૦,૪૪૬ કરોડનું રોકાણ કર્યું છે અને તેઓ તેમનો બિઝનેસ વધારવાની યોજના બનાવી રહી હતી. પરંતુ તણાવને કારણે તેમની યોજનાઓ બદલાઈ શકે છે. આ કંપનીઓમાં ઈન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (્‌ઝ્રજી), વિપ્રો, અદાણી ગ્રુપ અને એલ એન્ડ ટીનો સમાવેશ થાય છે. આ કંપનીઓ કેનેડામાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ, એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ કરી રહી છે.

કેનેડા ભારતનું ૧૨મું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. ૨૦૨૨ માં, ભારતથી કેનેડામાં નિકાસ ૧૦.૭ અરબ ડોલર હતી, જ્યારે કેનેડાથી ભારતમાં આયાત ૧૨.૫ અરબ ડોલર હતી. તણાવને કારણે, આ વેપાર સંબંધો ખોરવાઈ શકે છે, જે કેનેડિયન અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. કેનેડા માટે ભારતીય કંપનીઓનું શું મહત્વ છે અને ત્યાં આ કંપનીઓનું કેટલું મોટું રોકાણ છે? આંકડાઓ સાથે આ માહિતી આ વર્ષે મે ૨૦૨૩માં બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં શેર કરવામાં આવી હતી.

કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી એટલે કે સીઆઈઆઈ દ્વારા ‘ફ્રોમ ઈન્ડિયા ટુ કેનેડાઃ ઈકોનોમિક ઈમ્પેક્ટ એન્ડ એન્ગેજમેન્ટ’ નામનો એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો અને આ રિપોર્ટ એવા સમયે બહાર પાડવામાં આવ્યો હતો જ્યારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ ટોરોન્ટોની મુલાકાત પર હતા.સીઆઈઆઈના આ રિપોર્ટમાં આંકડાઓ સાથે એ વાત પર ધ્યાન દોરવામાં આવ્યું હતું કે ભારત માત્ર શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને ગલ્ફ દેશો માટે જ નહીં પરંતુ કેનેડા જેવા દેશો માટે પણ કેટલું મહત્વનું છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે

કે કેનેડાની અર્થવ્યવસ્થા અને કેનેડામાં ભારતીય રોકાણમાં ભારતીય ઈન્વેસ્ટર્સનું યોગદાન વધ્યું છે. આ સાથે તેને કેનેડામાં ભારતીય ઉદ્યોગની વધતી જતી હાજરી અને એફડીઆઈ અને રોજગાર પેદા કરવામાં ત્યાં હાજર ભારતીય કંપનીઓના મહત્વનું પણ ધ્યાન દોર્યું છે. ભારતીય કંપનીઓ કેનેડામાં તેમનું રોકાણ ઘટાડી શકે છે અથવા પરત કરી શકે છે. કેનેડામાં ભારતીય ઉત્પાદનો અને સેવાઓની માંગમાં ઘટાડો થઈ શકે છે. કેનેડામાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઘટી શકે છે. આ કંપનીઓને ચિંતા છે કે તણાવને કારણે તેમના બિઝનેસ પર નકારાત્મક અસર પડી શકે છે. તેમને સરકારને તણાવ ઘટાડવા માટે પગલાં ભરવા વિનંતી કરી છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો વધુ મજબૂત થવા જાેઈએ. બંને દેશો વચ્ચે વેપાર અને આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવું જાેઈએ. બંને દેશોના લોકો વચ્ચે સદ્ભાવના વધે તેવા પ્રયાસો કરવા જાેઈએ. જાે બંને દેશો વચ્ચે કોઈ સમજૂતી નહીં થાય તો તણાવ વધવાની શક્યતા છે. તેનાથી બંને દેશોની અર્થવ્યવસ્થાને નુકસાન થઈ શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/