fbpx
રાષ્ટ્રીય

જમ્મુકાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળોને ૨ આતંકવાદીઓની ધરપકડ કરતા મોટી સફળતા મળી

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓની ધરપકડ કરી છે. તેની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. તપાસમાં ખુલાસો થયો છે કે બંને આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત તેમના માસ્ટર્સની સૂચના પર કામ કરી રહ્યા હતા. આતંકીઓની ઓળખ યાસીન અહેમદ શાહ અને પરવેઝ અહેમદ શાહ તરીકે કરવામાં આવી છે. યાસીન બારામુલ્લાના જાંબાજપોરાનો રહેવાસી છે જ્યારે પરવેઝ ટાકિયા વાગુરાનો રહેવાસી છે. કહેવામાં આવી રહ્યું છે કે યાસીન થોડા મહિના પહેલા ઘરેથી ગુમ થઈ ગયો હતો, જેના વિશે પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં ખબર પડી કે તે ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’નો આતંકવાદી બની ગયો હતો. ટીઆરએફને લશ્કર-એ-તૈયબાનું માસ્ક જૂથ માનવામાં આવે છે. બંને આતંકીઓએ પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા કર્યા છે.

તેમણે કહ્યું કે તેઓ નવા આતંકવાદીઓની ભરતી કરવા અને જિલ્લાઓમાં ટાર્ગેટ કિલિંગ કરવા જઈ રહ્યા છે. જાે કે આ પહેલા સુરક્ષા દળોએ બંને આતંકીઓની ધરપકડ કરીને તેમના નાપાક ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું બંધ કરી રહ્યું નથી. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે સતત આતંકવાદીઓને મોકલી રહ્યું છે, પરંતુ ભારતીય સેના તેમની યોજનાને નિષ્ફળ બનાવી રહી છે. તાજેતરમાં જ સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.. પાકિસ્તાની સેના ‘મેડ ઈન ચાઈના’ હથિયારોની મદદથી સરહદ પર એક મોટું આતંકવાદી ષડયંત્ર રચી રહી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પાકિસ્તાન સેના પીઓકેના લોન્ચિંગ પેડ પર મોટી સંખ્યામાં આતંકીઓને એકઠા કરી રહી છે. પાકિસ્તાની સેના આ આતંકવાદીઓને મદદ કરી રહી છે. આટલું જ નહીં, પાક આર્મી લોન્ચપેડની નજીક કોંક્રીટના બંકરો બનાવી રહી છે અને આ બંકરોમાં આતંકવાદીઓને છુપાવી રહી છે. જેથી કરીને ભારતીય સેનાની તેમની નજર ન પડે અને આ આતંકવાદીઓ ઘણા દિવસો સુધી આ બંકરોમાં છુપાઈને રહી શકે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/