fbpx
રાષ્ટ્રીય

સોમાલિયામાં ભયંકર વિસ્ફોટ, ૧૮ લોકોના મોત, ૪૦ લોકો ઘાયલ થયા જેમાં ૨૦ની હાલત ગંભીર

સોમાલિયામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા છે જ્યારે ૪૦થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, આ બોમ્બ બ્લાસ્ટ સોમાલિયાના બેલેડવેઈન શહેરમાં થયો જ્યાં સુરક્ષા ચેકપોસ્ટ પાસે વિસ્ફોટકો ભરેલી ટ્રકમાં વિસ્ફોટ થયો અને આ વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે ત્યાં હાજર વાહનોના તો ટુકડે-ટુકડા થઈ ગયા હતા. આકાશમાં દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા.

હિર્શાબેલે પ્રાંતના ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડિરેક્ટર જનરલ અબ્દીફતાહ મોહમ્મદ યુસુફે ૧૫ મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૪૦માંથી ૨૦ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેને વધુ સારી સારવાર માટે મોગાદિશુ લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ, બેલેડવેઈન પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં ૧૩ મૃતદેહો મળી આવ્યા છે. આમાંના મોટાભાગના લોકો આસપાસના છે. પોલીસે જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે. આ પ્રચંડ વિસ્ફોટમાં અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. લગભગ પાંચ-છ દિવસ પહેલા અલ-શબાબના આતંકીઓએ સોમાલિયામાં મોટો આતંકી હુમલો કર્યો હતો. જેમાં ૧૬૭ જવાનો શહીદ થયા હતા. આ સિવાય ઘણા સૈન્ય ઉપકરણોને પણ નષ્ટ કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે અલ-શબાબ સોમાલિયાનું એક મોટું જેહાદી આતંકવાદી જૂથ છે. ૨૦૦૬માં અસ્તિત્વમાં આવેલા આ જૂથનો ઉદ્દેશ્ય સોમાલિયા સરકારને ઉથલાવી પાડવાનો છે. રાજધાની બુકારેસ્ટમાં એક ગેસ સ્ટેશન પર વિસ્ફોટ(મ્ઙ્મટ્ઠજં) થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ૪૬ લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે આ જાણકારી આપી છે. ફાયર બ્રિગેડની ૨૫ ગાડીઓ ઘટનાસ્થળે હાજર હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી હતી. જણાવી દઈએ કે આગની આ ઘટના ક્રેવેડિયા, રોમાનિયામાં બની છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/