fbpx
રાષ્ટ્રીય

કેનેડામાં વડાપ્રધાન ટ્રૂડોની લોકપ્રિયતામાં ઘટાડો : સર્વે પરથી લગાયું અનુમાન

ભારત સાથે હાલમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો માટે વધુ એક ખરાબ સમાચાર છે. એક નવા પોલમાં ખુલાસો થયો છે કે કેનેડાના મોટાભાગના લોકો તેમને વડાપ્રધાનપદ પર જાેવા માગતા નથી. આમ કેનેડાના પીએમ ટ્રૂડોની લોકપ્રિયતા ઘટી ગઇ છે. ૈંॅર્જજએ કરેલા સર્વેમાં જણાવાયું છે કે માત્ર ૩૧ ટકા જ કેનેડેનિયન તેમને તેમના નેતા તરીકે ઇચ્છે છે, જ્યારે ૪૦ ટકા લોકો કન્ઝર્વેટિવ હેવીવેઇટ પીએર પોઇલીવરને પીએમ તરીકે જાેવા માગી રહ્યા છે. જાેકે જાણવાની વાત એ છે કે વિવાદાસ્પદ નેતા જગમીત સિંઘ ૨૨ ટકા સમર્થન સાથે ત્રીજા સ્થળે છે.

તેમની લોકપ્રિયતામાં ગત વર્ષના સપ્ટેમ્બરથી ચાર પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. ૈંॅર્જજના સીઇઓ ડેરેલ બ્રિકરે જણાવ્યું હતું કે આ અંતર દર્શાવે છે કે જાે આજે ચૂંટણી યોજાય તો કન્ઝર્વેટિવ્સની સરકાર બની શકે છે. જાેકે આ સર્વે છતાં જસ્ટિન ટ્રૂડોને હજુ પણ એવું જ છે કે તેઓ આગામી ચૂંટણીમાં લિબરલ પાર્ટીની આગેવાની સંભાળશે. જાેકે ૬૦ ટકા કેનેડિયન માને છે કે તેમણે પાર્ટીની આગેવાની ન કરવી જાેઇએ. ગત વર્ષે ડિસેમ્બરમાં આ આંકડો ૫૪ ટકા જ હતો. જાેકે પોઇલીવેરની લોકપ્રિયતામાં આશ્ચર્યજનક વધારો થયો હતો. પોલમાં જણાવાયું છે કે પીઇલીવરને ૪૨ ટકા સમર્થન મળ્યું છે. તેની સામે ટ્રુડોને માત્ર ૩૮ ટકા જ સમર્થન છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/