fbpx
રાષ્ટ્રીય

બિરેન સરકારે મણિપુર રાજ્યને અશાંત વિસ્તાર જાહેર કર્યોમણિપુરમાં ૬ મહિના માટે AFSPA ને વધારવામાં આવ્યો

મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હવે બિરેન સરકારે રાજ્યને અશાંત વિસ્તાર જાહેર કર્યો છે. ૧૯ પોલીસ સ્ટેશન વિસ્તારો સિવાય સમગ્ર મણિપુરને અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની અત્યંત કથળેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આ ર્નિણય લીધો છે. તાજેતરમાં બે વિદ્યાર્થીઓના મોત બાદ અરાજકતા વધુ વધી છે. લોકો નારાજ છે અને હજારો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર મણિપુર સરકારે ૧ ઓક્ટોબરથી ખીણના ૧૯ પોલીસ સ્ટેશનો સિવાય રાજ્યના પહાડી વિસ્તારોમાં છહ્લજીઁછને ૬ મહિના માટે લંબાવ્યો છે. આ સમગ્ર ઘટના બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

કોંગ્રેસે કહ્યું કે જુલાઈમાં ગુમ થયેલા બે વિદ્યાર્થીઓની જઘન્ય હત્યાએ સમગ્ર દેશને આંચકો આપ્યો છે. મણિપુર લગભગ ૧૫૦ દિવસથી સળગી રહ્યું છે, હિંસાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, હજારો લોકો બેઘર બન્યા છે, તેમ છતાં કેન્દ્ર સરકાર કોઈ પગલાં લઈ રહી નથી. કોંગ્રેસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે મણિપુર સળગી રહ્યું છે પરંતુ પીએમને સત્તાની ચિંતા છે. મણિપુર પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે પીએમ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.

આ સ્પષ્ટપણે દર્શાવે છે કે પીએમને મણિપુરની જનતાની ચિંતા નથી. કોંગ્રેસે રાજ્યની બિરેન સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી છે. અહીં રાજધાની ઈમ્ફાલમાં હત્યાના વિરોધમાં હજારો વિદ્યાર્થીઓનું પ્રદર્શન બીજા દિવસે પણ ચાલુ છે. આ ઘટનાથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ વિરોધ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ તેમના સાથી વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના વિરોધમાં કાળા બેજ પહેરીને શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા છે.

બીજી તરફ કુકી સમુદાયના સંગઠન ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ)ની મહિલા પાંખે આદિવાસીઓની હત્યા અને બળાત્કારના કેસમાં સીબીઆઈ તપાસમાં વિલંબના વિરોધમાં ચુરાચંદપુરમાં પ્રદર્શન કર્યું હતું. મહિલા પાંખના કન્વીનર કહે છે કે તેમને આશ્ચર્ય છે કે આદેશ હોવા છતાં કુકી સમુદાયના લોકોની હત્યા અને બળાત્કારની તપાસ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. હિંસાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મણિપુર પોલીસ, સીઆરપીએફ અને આરએએફના જવાનોને ઈમ્ફાલમાં તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને દરેક ખૂણા-ખૂણા પર નજર રાખવામાં આવી છે, જેથી કરીને કોઈપણ પ્રકારની હિંસા અટકાવી શકાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/