fbpx
રાષ્ટ્રીય

કોર્ક અને કેરીમાં સૌથી ખતરનાક વાવાઝોડું આવવાની ધારણા, સાયક્લોનને લઈને ઓરેન્જ એલર્ટકાર્લો, ડબલિન, કિલ્કેની, વેક્સફોર્ડ, વિકલો, કોર્ક, કેરી, વોટરફોર્ડ માટે યલો એલર્ટની ચેતવણી

વાવાઝોડું એગ્નેસ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તે ભારેથી અતિ ભારે વરસાદ લાવવા માટે તૈયાર છે. ૨૭ સપ્ટેમ્બર, બુધવારના રોજ બપોરના ૩ વાગ્યાની આસપાસ કોર્ક અને કેરીમાં સૌથી ખતરનાક વાવાઝોડું આવવાની ધારણા છે. મેટ ઈરેને તે સમયગાળા દરમિયાન તે બે કાઉન્ટીઓ માટે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટની ચેતવણી જાહેર કરી છે. લેઈન્સ્ટર અને મુન્સ્ટર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ ચેતવણી બુધવારે સવારે ૭ વાગ્યાથી ગુરુવારની મધ્યરાત્રિ સુધી રહે. આ સાથે જ કાર્લો, ડબલિન, કિલ્કેની, વેક્સફોર્ડ, વિકલો, કોર્ક, કેરી, વોટરફોર્ડ માટે સમાન સમયગાળા માટે વરસાદની યલો એલર્ટ ચેતવણી જાહેર કરવામાં આવી છે.

મેટ ઈરેને ચેતવણી આપી હતી કે, દરિયાકાંઠાના પૂર, પાવર આઉટેજ, પડી ગયેલા વૃક્ષો અને મુશ્કેલ મુસાફરીની પરિસ્થિતિઓની અપેક્ષા રાખવામાં આવે છે. આવતીકાલ માટે આગાહી મૂજબ વાવાઝોડું એગ્નેસ બુધવારે આયર્લેન્ડ પર ઉત્તર તરફ આગળ વધશે અને ઘણા સ્થળોએ મુશ્કેલ સ્થિતિની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં પૂરની સંભાવના સાથે દેશભરમાં ભારે વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન હવામાન ભીનું અને ખૂબ જ પવનયુક્ત રહેશે. પૂર્વ અને દક્ષિણમાં થોડા સમય માટે વાવાઝોડું તોફાની અથવા અત્યંત તોફાની બનવાની સાથે ગંભીર અને નુકસાનકારક વાવાઝોડાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વીય અને દક્ષિણી કિનારાઓ પર તીવ્ર તટવર્તી પવનો અને ઊંચા સમુદ્રો દરિયાકાંઠાના પૂરનું જાેખમ લાવશે. ૧૪ થી ૧૭ ડિગ્રીનું સૌથી ઊંચું તાપમાન દક્ષિણ પૂર્વીય પવનો સાથે તીવ્ર તોફાન સાથે દિવસ પછી પશ્ચિમ તરફ વળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/