fbpx
રાષ્ટ્રીય

કાવેરી જળ વિવાદ અંગે કર્ણાટક સરકાર પુનર્વિચાર માટે સુપ્રીમ કોર્ટ અને કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીને અપીલ કરશે

કાવેરી નદીનું પાણી છોડવાનો મામલો પેચીદો બની રહ્યો છે. કર્ણાટક સરકાર કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી (સીડબ્લ્યુએમએ)અને સુપ્રીમ કોર્ટને પુનર્વિચાર કરવા અપીલ કરશે. આ માટે તે શનિવારે રિવ્યુ પિટિશન દાખલ કરશે. (સીડબ્લ્યુએમએ)એ તેની સિસ્ટર બોડી કાવેરી વોટર રેગ્યુલેશન કમિટી ((સીડબ્લ્યુએમએ)ના નિર્દેશને ટેકો આપ્યો હતો જેમાં કર્ણાટકને તામિલનાડુને ૩,૦૦૦ ક્યુસેક પાણી છોડવા કહ્યું હતું. તેના પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સ્પષ્ટ કહ્યું છે કે કર્ણાટક પાસે પૂરતું પાણી નથી. તેથી જ તે પાણી આપી શકતો નથી.

મુખ્ય પ્રધાને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો અને રાજ્યના ભૂતપૂર્વ એડવોકેટ જનરલ સાથે મુલાકાત કર્યા પછી તેમના હોમ ઑફિસ ‘ક્રિષ્ના’ ખાતે પત્રકારો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે કેટલાક અભિપ્રાયો અને સૂચનો મળ્યા છે. ખાસ કરીને રાજ્યની સિંચાઈ યોજનાઓ સંદર્ભે સરકારને નિષ્ણાત સલાહકાર સમિતિની રચના કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.તેમણે બેઠકમાં સૂચન અંગે માહિતી આપી હતી. કમિટી દ્વારા ડેટા કલેક્શન અને એડવાઇઝરીનું કામ કરવું જાેઇએ તેમ જણાવ્યું હતું. સમિતિએ સરકારને સલાહ આપવી જાેઈએ અને આંતરરાજ્ય જળ વિવાદો અંગે કાયદાકીય ટીમને માહિતી આપવી જાેઈએ.સિદ્ધારમૈયાએ કહ્યું કે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમાર, ગૃહ પ્રધાન જી પરમેશ્વર, કાયદા પ્રધાન એચકે પાટીલ અને કૃષિ પ્રધાન એન ચેલુવરાયસ્વામી પણ હાજર હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/