fbpx
રાષ્ટ્રીય

બંગાળમાં ડેંગ્યૂના કેસ મુદ્દે ભાજપે મચ્છરદાની સાથે વિરોધ પ્રદર્શન કર્યું

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં છે. પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકારમાં તૃણમૂલ કોંગ્રેસ છે. પશ્ચિમ બંગાળ રાજ્યમાં વધી રહેલા ડેંગ્યૂના કેસ મામલે ભાજપે મમતા બેનર્જી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગના કાર્યાલય સામે એક વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના આગેવાનો તથા નેતા સુવેંદુ અધિકારીએ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી સાથે મુલાકાત કરવા માગ કરી હતી. પણ પોલીસે સુરક્ષાની વાત કરીને એમને મળવા દીધા ન હતા. ડેંગ્યૂના કેસ મુદ્દે ભાજપે મચ્છરદાની સાથે કર્યું વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ભાજપના આગેવાનો તથા પોલીસ વચ્ચે ખેંચતાણ પણ થઈ હતી. જેના કારણે ભાજપના ધારાસભ્યોએ રાજ્ય સરકારની સામે વિરોધ પ્રદર્શન કર્યું અને નારેબાજી કરી હતી. ડેંગ્યૂના કેસ વધતા અટકાવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે એવા આરોપ લગાવ્યા હતા. અધિકારીએ પોલીસના ર્નિણય પર નિરાશા વ્યક્ત કરી છે. કારણ કે એમને ઈમારતની અંદર જવા દેવામાં આવ્યા ન હતા. ભાજપના અન્ય નેતાઓને પણ અંદર જતા રોકવામાં આવ્યા હતા.

એટલું જ નહીં રાજ્ય સરકારની પણ ટિકા કરી હતી. આરોગ્યના મામલે અધિકારીએ રાજ્ય સરકારની પ્રતિક્રિયાને વિશ્વાસઘાત કરનારી પ્રતિક્રિયા ગણાવી હતી. આવા આરોપ સામે તૃણમૂલ કોંગ્રેસે આ મુદ્દા પર રાજનીતિ ન કરવા અને જાગૃતિ ફેલાવવા પર ભાર મૂક્યો હતો. પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક સમયથી મોટાભાગના જિલ્લાઓમાં ડેંગ્યૂના કેસ વધી રહ્યા છે. રાજ્યની પશ્ચિમ બંગાળ સરકારે કેન્દ્ર સરકારના જે તે કાર્યલયમાં સાફ સફાઈ કરવા અને યોગ્ય ઉપાય કરવાની વાત કરી છે. ખાસ કરીને કોલકાતા મેટ્રો સ્ટેશનમાં સાફસફાઈ રાખવાની વાત કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/